ભારતની આ કંપનીના 200 કર્મચારીઓ રાતોરાત બન્યા કરોડપતિ, જાણો વિગત
નવી દિલ્હીઃ ઓનલાઇન પેમેન્ટ એપ પેટીએમ દિવસેને દિવસે નવા શિખરો સર કરી રહી છે. સોમવારે કંપનીએ જાહેરાત કરી કે તેની માર્કેટ વેલ્યૂ 63,537 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પેટીએમના પૂર્વ અને વર્તમાન 200 કર્મચારીઓએ ESOPને વેચ્યો છે, જેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા સુધી છે. જેના કારણે કંપનીની માર્કેટ વેલ્યૂમાં મોટો ઉછાળો આવ્યો છે. ઉપરાંત હિસ્સો વેચનાર કર્મચારીઓ પણ કરોડપતિ બની ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટીએમ હાલ પેમેન્ટ બેંક, પેટીએમ મોલ, પેટીએમ મની સહિત અન્ય પ્રોડક્ટ ઓફર કરે છે.
પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્મા
પેટીએમ સતત તેની સર્વિસનું વિસ્તરણ કરી રહી છે. તાજેતરમાં જ પેટીએમને બેંકનું લાયસન્સ પણ મળ્યું છે.
ESOP કોઈ પણ કંપનીના કર્મચારીને મળી રહેલી સેલરીથી અલગ રકમ હોય છે. 200 કર્મચારીઓ દ્વારા આ શેર વેચવામાં આવ્યા હતા, જેના કારણે કંપનીના ખાતામાં 300 કરોડ ઉમેરાયા છે.
આ પહેલા ગત વર્ષે પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ 1 ટકા હિસ્સો વેચ્યો હતો. જેનાથી કંપનીને આશરે 325 કરોડ રૂપિયા કમાણી થઈ હતી.
પેટીએમના નિવેદન મુજબ કંપનીની માર્કેટ વેલ્યૂ 10 બિલિયન યુએસ ડોલરને સ્પર્શી ગઇ છે. ગત વર્ષે મે મહિનામાં આ વેલ્યૂ આશરે 7 બિલિયન ડોલર હતી. તાજેતરમાં જ જાપાનની સોફ્ટેબેંકે પેટીએમમાં આશરે 1.4 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. જે બાદ પેટીએમ ફ્લિપકાર્ટ બાદ દેશની સૌથી વધારે વેલ્યૂવાળી કંપની બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -