✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Suzukiએ લોન્ચ કરી નવી હાઇબ્રિડ Swift, આપશે 32Kmpl માઇલેજ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jul 2017 12:09 PM (IST)
1

આ કારની સૌથી ખાસ વાત એ છે કે જ્યારે આ કાર ટ્રાફિકમાં ચાલતી હોય અથવા ધીમે ચાલતી હોય ત્યારે આ કારની હાઇબ્રિડ સિસ્ટમ આપોઆપ કમ્બશન એન્જિન બંધ કરી દે છે અને ઈવી ડ્રાઈવિંગ શરૂ કરી દે છે. રસ્તા પર ચાલતા લોકો પર નજર રાખવા માટે તેમાં કેમેરા અને લેસર સેન્સર લાગેલ છે.

2

નવી સ્વિફ્ટ હાઈબ્રિડમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેની સાથે 10Kw મોટર જનરેટર યૂનિટ (MGU) અને 5-સ્પીડ ઓટો ગિયર શિફ્ટ (AGS) ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. આ એન્જિન 91એચપીનો વધુમાં વધુ પાવર જનરેટ કરવામં સક્ષમ છે.

3

નવી દિલ્હીઃ Suzukiએ પોતાની પોપ્યુલર કાર સ્વિફ્ટનું હાઈબ્રિડ વર્ઝન લોન્ચ કર્યું છે. 2017 સ્વિફ્ટ કારના બે વેરિઅન્ટ (SG અને SL)માં લોન્ચ કરવામાં આવ્યા છે. હાલમાં તેને જાપાનમાં લોન્ચ કરવામાં આવી છે અને તેના ભારતમાં ક્યારે લોન્ચ થશે તે અંગે કોઈ જાણકારી નથી.

4

સુઝુકીએ તેમાં 91એચપીવાળું 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપ્યું છે, જેને 5 સ્પીડ ગિયર શિપ્ટ ગેયરબોક્સથી કનેક્ટ કરવામાં આવ્યા છે. તેનાથી નવી સ્વિફ્ટમાં ઉપયોગ કરવામાં આવેલ SHVS માઈલ્ડ હાઈબ્રિડની સાથે કન્ફ્યૂઝન ન કરવું. આ સંપૂર્ણ રીતે હાઈબ્રિડ કાર છે, જે પેટ્રોલમાંથી EV મોડમાં સ્વિચ કરી શકાશે.

5

નવી હાઈબ્રિડમાં બે ડ્રાઈવર મોડ્સ હશે જે ડ્રાઈવરને EV અને પેટ્રોલ મોડમાં કમ્ફર્ટ આપવા માટે લગાવવામાં આવ્યા છે. કંપનીના દાવા અનુસાર નવી સ્વિફ્ટ 32Kmplની માઈલેજ દેવામાં સક્ષમ છે. તેનું વજન હાલની સ્વિફ્ટ કરતાં ઓછું છે. નવી હાઈબ્રિડ સ્વિફ્ટનું વજન 1000 કિલોગ્રામથી પણ ઓછું છે.

  • હોમ
  • બિઝનેસ
  • Suzukiએ લોન્ચ કરી નવી હાઇબ્રિડ Swift, આપશે 32Kmpl માઇલેજ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.