જૂની નોટ જમા કરાવવાની વધુ તક આપી ન શકાયઃ કેન્દ્ર સરકાર
સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે જે લોકો યોગ્ય કારણસર રૂપિયા જમા કરાવી શક્યા, તેમની સંપત્તિ સરકાર આવી રીતે છીનવી શકે નહીં. તેમને તક આપવી જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટ બદલાવવા માટે અન્ય એક તક આપવાની માગણી કરતી રજૂ કરવામાં આવેલી અરજીઓ અંગેના જવાબમાં સરકારે કહ્યું છે કે નોટ બદલવાની જો અન્ય એક તક આપવામાં આવશે તો બેનામી લેવડ-દેવડ અને અન્ય લોકોનો ઉપયોગ કરીને નોટ જમા કરાવવાના મામલા વધી જશે અને સરકારી વિભાગોને જાણવામાં મુશ્કેલી પડશે કે કયો મામલો વાસ્તવિક છે અને કયો બનાવટી છે.
નવી દિલ્હીઃ જૂની 500 અને 1000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે એક વખત ફરી તક આપવા પર નોટબંધીનો હેતુ નિરર્થક થઈ જઈ જશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ તરફતી નાગરિકોને જૂની નોટ જમા કરાવવા માટે એક વધુ તક આપવાના પૂછવામાં આવેલ સવાલના જવાબમાં સોમવારે આ વાત કહી.
સરકારે જણાવ્યું કે 1978માં થયેલી નોટબંધીમાં નોટ જમા કરાવવા માટે માત્ર 6 દિવસ આપવામાં આવ્યા હતા. જ્યારે વખતે સરકારે 51 દિવસ આપ્યા, જે પુરતા છે. નોટબંધી વખતે સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટના કારણે પેટ્રોલ પંપ, રેલવે, એરલાઇન્સ બુકીંગ અને ટોલ પ્લાઝા પર કાળા નાણાનો ભારે ઉપયોગ કરવામાં આવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -