Hondaની નવી AMAZE ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં નેવિગેશન, એલોય વ્હીલ્સ, ક્રૂઝ કંટ્રોલ, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, LED DRLs જેવી વસ્તુઓ શામેલ છે. કંપનીનું કહેવું છે કે આ નવી અમેઝ યુવા ભારતીયને ટાર્ગેટ કરવા માટે બનાવી છે. અમેઝની કિંમત 5.59 લાખ રૂપિયા (એક્સ શો રૂમ, ઈન્ડિયા)થી શરૂ થાય છે. કંપની શરૂઆતના 20 હજાર ગ્રાહકોને આ કાર સ્પેશિયલ પ્રાઈઝ પર આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીઝલ વેરિયેન્ટની વાત કરીએ તો તેનું એન્જિન 4 સિલિન્ડર એન્જિન સાથે આવે છે. જે 98bhpનો પાવર અને 200Nm ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન ઓપ્શનમાં 4 મેન્યુઅલ અને 2 CVT ઓપ્શન ઉપલબ્ધ છે.
નવી અમેઝ એક ફેમિલી કાર લાગે છ, જેના ફ્રંટમાં મોટી ગ્રીલ આપવામાં આવી છે. ગ્રાઉન્ડ ક્લિયરન્સને 170mm સુધી વધારાયું છે જેથી રસ્તા પર કાર સારી રીતે ચાલી શકે. એન્જિનની વાત કરીએ તો અમેઝનું પેટ્રોલ વેરિયન્ટ 1.2 લીટર 4 સિલિન્ડર એન્જિન સાથે આવે છે, જે 89bhpનો પાવર જનરેટ કરે છે અને 110Nm ટોર્ક જનરેટ કરે છે.
કારમાં 65mm લાંબો વ્હીલબેસ છે, જ્યારે આ કારના ફ્રંટમાં તેના જૂના મોડલના મુકાબલે 33mmથી વધારે શોલ્ડર રૂમ છે. કારમાં લાંબા વ્હીલબેસના કારણે કારમાં સ્ટેબિલિટી વધારે છે, જ્યારે રાઈડ કમ્ફર્ટને વધારવા માટે તેમાં સસ્પેન્શન સેટપણ નવું આપવામાં આવ્યું છે.
કારનું ઈન્ટિરિયર સૌથી સારું હોવાનો દાવો કંપની કરી રહી છે. પરંતુ કેબિનની ફિનિશિંગ અને બ્લેક થીમ પર કરાઈ છે. આ ઉપરાંત તેમાં મોટું ટચસ્ક્રિન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપેલી છે, જે મિરરલિંક, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટોને સપોર્ટ કરે છે.
હોન્ડાની આ નવી કાર સમગ્ર રીતે નવા પ્લેટફોર્મ પર બેઝ્ડ છે અને પેટ્રોલ અને ડીઝલ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. હોન્ડાનું કહેવું છે કે કાર સૌથી સારા રિયર સીટ સ્પેસ અને બૂટ કેપેસિટીથી લેસ હશે. આ સિડાન જૂના મોડલ કરતા લાંબી હશે પરંતુ 4 મીટરના માર્ક સુધીમાં હશે.
નવી દિલ્હીઃ સેકન્ડ જનરેશનવાળી નવી હોન્ડા Amazeને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 5.59 લાખ રૂપિયા (એક્સ સોરૂમ) રાખવામાં આવી છે. દેશભરમાં હોન્ડા ડીલર્સ દ્વારા આ કાર માટે પહેલથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે અને આશા છે કે આવનારા સપ્તાહમાં તેની ડિલિવરી પણ શરૂ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -