નવી Santroનો ક્રેઝ, વેઈટિંગ પીરિયડ ચાર મહિના સુધી પહોંચ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહ્યુન્ડાઇની આ કાર સેન્ટ્રો કુલ પાંચ વેરીએન્ટ અને સાત નવા કલરમાં ઉતારવામાં આવી છે. જેમા લાઇટ, એરા, મેગ્ના, સ્પોર્ટઝ અને એસ્ટા સામેલ છે. નવી સેન્ટ્રોમાં ડેશબોર્ડમાં 7-ઇંચની ટચસ્ક્રીન એન્કોડિંગ સિસ્ટમ છે. જે એપલ કાર્પ્લે અને એન્ડ્રોઇડ ઑટોને સપોર્ટ કરે છે, તેમજ તેની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમને મિરર લિંક, વૉઇસ કમાન્ડ્સ પર બનાવવામાં આવી છે. કારની શરૂઆતની કિંમત 3,89,900 રૂપિયા રાખવામાં આવી છે.
સેન્ટ્રો લાંબા સમય પછી બજારમાં આવી છે. કારની સફળતા માટેનું મુખ્ય કારણ સસ્તા ભાવમાં સારી ગુણવત્તાની ઉપલબ્ધતા છે. આ કારને બજારમાં Eon લેવલ કાર માનવામાં આવે છે. કંપનીના આંકડાને ધ્યાનમાં રાખીને, બૂક થનારી દરેક ત્રણ કારમાંથી એક કાર ઓટોમેટિક છે. જેમાં 21 ટકાનો આંકડો સીએનજી મોડેલ છે.
હાલમાં નવી સેન્ટ્રો માટે વેઈટિંગ પીયિરડ કલ અને વેરિયન્ટ પ્રમાણે ચાર મહિના સુધી પહોંચી ગયો છે. હવે કંપનીએ નવી સેન્ટ્રોનું પ્રોડક્શન વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે જ વેઇટિંગ પીરિયડ ઓછો કરવા માટે નવેમ્બરમાં વેચાણ ટાર્ગેટને 10,000 યૂનિટ્સ વધારી દીધો છે. કંપનીએ જાણકારી આપી છે કે, વિતેલા મહિને વેચાણ ટાર્ગેટ 8500 ટાર્ગેટ હતો. કંપનીએ એ પણ જાણકારી આપી છે કે કંપની નવી સેન્ટ્રોમાં AMT વેરિયન્ટ્સના પ્રોડક્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે. કારણ કે કુલ વેચાણમાં 35 ટકા હિસ્સો AMT વેરિયન્ટ્સનો રહે છે.
નવી દિલ્હીઃ 2018 હ્યુન્ડાઈ સેન્ટ્રો આ વર્ષની સૌથી મોટી લોન્ચિંગમાંથી એક રહી છે. તેણે કંપનીના એન્ટ્રી લેવલના સેગમેન્ટને ફરીથી મજબૂત કર્યું છે. લોન્ચના એક મહિનાની અંદર જ કોરિય કાર નિર્માતાને કાર માટે 30,000થી વધારે બુકિંગ મળ્યા છે. હવે પ્રોડકશન ટાર્ગેટ પૂરો કરવો એ કંપની માટે પડકારજનક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -