મારુતિની નવી 7 સીટર કાર આજે ભારતમાં થશે લોન્ચ, 5 કલરમાં મળશે
નવી અર્ટિગા પેટ્રોલ પ્રથમ વખત મારુતિની SHVS ટેક્નોલોજી સાથે આવશે. એટલે કે તેમાં ડ્યુઅલ બેટરી સેટઅપ આવશે. અર્ટિગા ડીઝલ જૂના મોડલની જેમ સિંગલ બેટરી સેટઅપમાં જ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી અર્ટિગા ભારતમાં ઓબર્ન રેડ, મેગ્મા ગ્રે, ઓક્સફોર્ડ બ્લૂ, આર્કટિક વ્હાઇટ અને સિલ્કી સિલ્વર એમ 5 કલ ઓપ્શનમાં મળશે. નવી અર્ટિગા રેનો લોજી, હોન્ડા બીઆરવી અને મહિન્દ્રા ટીયુવી300ને ટક્કર આપશે.
પેટ્રોલ વેરિયન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલની સાથે સાથે એક 4 સ્પીડ ટર્ક કનવર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવશે. ઉપરાંત ડીઝલ વેરિયન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવશે.
નવી અર્ટિગા ભારતમાં 2012ના વર્ષથી ચાલુ ફર્સ્ટ જનરેશન મોડલને રિપ્લેસ કરશે. નવી મારુતિ સુઝુકી અર્ટિગા 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવશે. પેટ્રોલ એન્જિન 19.34 kmplની માઇલેજ આપશે. જ્યારે ડિઝલન એન્જિનમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. ડીઝલ એન્જિનમાં 25.47 kmplની માઇલેજ મળવાનો કંપનીએ દાવો કર્યો છે. નવી એમપીવી અર્ટિગાનું બુકિંગ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
નવી અર્ટિગા 4,395mm લાંબી, 1,735mm પહોળી અને 1690mm ઊંચી છે. તેનો વ્હીલબેસ 2,740mm છે. ઈન્ડિયા સ્પેકવાળી નવી મારુતિ અર્ટિગાનો ટર્નિંગ રેડિયસ 5.2 મીટર છે. ઉપરાંત આ કારમાં 45 લીટર ફ્યૂલ ટેંકની સાથે આવશે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની કોમ્પેક્ટ 7 સીટર MPV અર્ટિગા આજે ભારતમાં લોન્ટ થશે. નવી અર્ટિગાને સ્વિફ્ટ, ડીઝાયર, ઈગ્નિસ અને વિટારા બ્રેઝાની જેમ હીયરટેક્સ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. નવી અર્ટિગામાં સંપૂર્ણ પણે નવી ડિઝાઈન અને નવા ઇક્વિપમેન્ટ્સ આપવામાં આવ્યા છે. કારની કિંમત અંદાજે 7.11 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -