ટૂંકમાં જ નવા રંગરૂપમાં આવશે મારુતિની આ કાર, જાણો કઈ કારને આપશે ટક્કર
રિપોર્ટસની વાત માનીએ તો સિયાઝના નવા વર્ઝનમાં નવું એન્જિન આપવામાં આવ્યું છે. તેના પેટ્રોલ વર્ઝનમાં હાઈબ્રિડ ટેકનોલોજીથી સજ્જ 1.5 લીટરનું 15બી એન્જિન આપવામાં આવ્યું છે જે 105 પીએસનો પાવર અને 138 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરી શકે છે. આ નવી કારની ટક્કર હરિફ કંપની હોન્ડા સીટી અને હ્યુન્ડાઈ વર્ના સામે હરિફાઈ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યાં સુધી એક્સટીરિયરની વાત કરીએ તો સિયાઝમાં પહેલાથી વધારે સ્લીક ગ્રીલ અને નવા બંપર આપવામાં આવશે. એવું પણ માનવામાં આવે છે કે આ નવી કારમાં ફોગ લેમ્પ સાથે ક્રોમનું રાઉડિંગ પણ આપવામાં આવશે. આ ઉપરાંત પાછળની તરફ તેના નવા ટેલ લેપ્સ જોવા મળશે.
નવી સિયાઝના ફેસલિફ્ટ વર્ઝનમાં કંપની ક્રૂઝ કંટ્રોલ આપી શકે છે. જે હાલમાં માત્ર કંપનીની પ્રીમિયમ કાર એસ-કૉસમાં જ આપવામાં આવે છે. કહેવાય છે કે, આ ફીચર કારના ટોપ વેરિયંટમાં આપવામાં આવશે. આ ઉપરાંત ઈંટીરિયરમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી આ વર્ષે ફેસ્ટિવ સીઝનમાં પોતાની નવી સિયાઝ કાર લોન્ચ કરવાની તૈયારીમા છે. ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત આ કાર જોવા મળી છે. નવી સિયાઝની કિંમત હાલના મોડલની આસપાસ જ હશે. હાલમાં સિયાઝની કિંમત 7.83 લાખ રૂપિયાથી 11.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)ની વચ્ચે હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -