✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શાનદાર ફીચર્સ સાથે ટાટાએ લોન્ચ કર્યું Nexonનું નવું મોડલ, જાણો કેટલી છે કિંમત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Mar 2018 07:58 AM (IST)
1

બન્ને એન્જિનમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે. આ કારમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ ઇકો, સિટી અને સ્પોર્ટ આપવામાં આવ્યા છે.

2

ટાટા નેક્સન XZમાં 1.5 લિટર રેવોટોર્ક ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 3750 આરપીએમ પર 108.5 બીએચપી પાવર અને 1500-2750 આરપીએમ પર 260 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

3

ટાટા નેક્સન XZમાં 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 5 હજાર આરપીએમ પર 108.5 બીએચપી પાવર અને 2000-4000 આરપીએમ પર 170 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.

4

ટાટા નેક્સન XZના ફીચર્સમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ઇલેટ્રિકલી ફોલ્ડેબલ ઓઆરવીએમ્સ, પાર્ક એસિસ્ટ રિયર સેન્સર, રિવર્સ કેમેરા, એલઇડી ટેઇલ લેમ્પ્સ, 6.5 ઇન્ચ ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ(એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી), એડ્જેસ્ટેબલ ડ્રાઇવર સીટ અને સીટ બેલ્ટ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ(રિયરવેન્ટ્સ સાથે), કૂલ્ડ ગ્લોવ બોક્સ, યુએસબી ફાસ્ટ ચાર્જર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સાથે જ સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ અને ઇબીડી આપવામાં આવ્યા છે.

5

નવી દિલ્હીઃ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે ભારતમાં પોતાની નેક્સન XZ લોન્ચ કરી છે. આ કાર નેક્સનનું નવું વેરિયન્ટ છે. ટાટા મોટર્સે તેની કિંમત 7.99 લાખ રૂપિયા(પેટ્રોલ) અને 8.99 લાખ રૂપિયા (ડીઝલ) રાખી છે. આ નેક્શનનું નેક્સનના નવા વિરએન્ટ એક્સઝેડને એક્સટી અને XZ પ્લસની વચ્ચે સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આ કારમાં XZ+ કરતા ઓછા ફીચર્સ અને XT કરતા સારા ફીચર્સ આપવામાં આવી રહ્યાં છે.

  • હોમ
  • બિઝનેસ
  • શાનદાર ફીચર્સ સાથે ટાટાએ લોન્ચ કર્યું Nexonનું નવું મોડલ, જાણો કેટલી છે કિંમત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.