દમદાર ફીચર્સ અને સ્ટાઈલિશ લુક સાથે ભારતમાં કમબેક કરશે Hyundai Santro
ભારતીય બજારમાં આવતાં જ નવી સેંટ્રોની સ્પર્ધા નવી રેનૉ ક્વિડ સાથે થશે. રેનૉ ક્વિડ એંટ્રી લેવલ હેચબેક છે અને આના નવા મોડલને કંપનીએ ઘણો જ સ્ટાલિશ બનાવ્યો છે. આ નવું વર્ઝન 800 સીસી અને 1000 સીસીના એંજિન ઓપ્શન સાથે અવેલેબલ છે. સાથે જ આમા MMT વેરિયંટ આપવામાં આવ્યું છે. આના ઓટોમેટિક વેરિયંટની એક્સ શોરૂમ કિંમત 3.87 લાખ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેંટ્રોના નવા મોડલની શરૂઆતની એક્સ શો રૂમની કિંમત 3 લાખ રૂપિયા કે તેનાથી ઓછી રાખવામાં આવી શકે છે. નવી સેંટ્રોમાં 0.8 લીટર અને 1 લીટર પેટ્રોલ એન્જિનના ઓપ્શન આપી શકે છે. નવી સેંટ્રોમાં એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સિસ્ટમ રહિત રાખવામાં આવશે. આ સિવાય ઓટોમેટિક ટ્રાંસમિશનના ક્રેઝને જોતાં કંપની આમાં ઓટોમેટિક વેરિયંટ પણ ઉતારી શકે છે.
હાલમાં જ નવી સેંટ્રોને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરાઈ હતી. જો કે પૂરી રીતે ઢાંકેલી હોવાથી આની વધુ માહિતી મળી શકી નથી. જો કે જે તસવીરો સામે આવી છે તેમાં પાછળ વિંડશીલ્ડ વાઈપર અને બ્લોક હેંડલેમ્પ્સ છે.
હવે હ્યુંડાઈ i10ના જૂના મોડલને બંધ કરીને સેંટ્રોનું નવું મોડલ લૉંચ કરશે. આઈકોનિક હ્યુંડાઈ સેંટ્રો કંપનીની પહેલી ટોલબોય હેચબેક હતી.
નવી દિલ્હીઃ વિશ્વની જાણીતી વાહન નિર્માતા કંપની હ્યુન્ડાઈ પોતાની જાણીતી સેન્ટ્રો કારને ફરી એક વખત નવા રંગરૂપ સાથે રજૂ કરવા જઈ રહી છે. હ્યુન્ડાઈ પોતાની ટોલ હેટ ડિઝાઈનની સાથે ભારતીય બજારમાં વાપસી કરવાની તૈયારીમાં છે. હ્યુન્ડાઈની નવી સેન્ટ્રોની સ્પર્ધા રેનો ક્વિડ સાથે થશે. જણાવીએ કે, સેન્ટ્રો ભારતમાં સૌથી વધારે વેચાતી કારમાથી એક હતી. કંપનીએ 2015માં કાર બનાવાવની બંધ કરી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -