Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Marutiએ દમદાર ફીચર્સ સાથે લોન્ચ કરી નવી Wagon R, જાણો કિંમત અને સ્પેસિફિકેશન
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ બુધવારે પોતાની હેચબેક કાર વેગનઆરનું નવું વેરિયન્ટ લોન્ચ કર્યું છે. નવી વેગનઆરમાં દમદાર એન્જિન અને શાનદાર ડિઝાઈન બન્ને જોવા મળશે. આ નવી કારમાં કંપનીએ 1.2 લિટર પેટ્રોલનું એન્જિન આપ્યું છે. સાથે જ ગ્રાહકોની પાસે એક લિટર એન્જિનનો વિકલ્પ પણ રહેશે. તેમાં ઓટોમેટિક ગિયરનો વિકલ્પ પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકારના નવા મોડલ માટે કંપનીને પહેલા જ 12,000 બુકિંગ મળી ગયા છે. નવી વેગનઆરની સ્પર્ધા હ્યુન્ડાઈની નવી સેન્ટ્રો અને ટાટા ટિયાગો સથે થશે. હ્યુન્ડાઈ સેન્ટ્રોની કિંમત 3.9 લાખ રૂપિયાથી 5.47 લાખ રૂપિયાની વચ્ચે છે. ટાટા ટિયાગોની કિંમત 4.03 લાખ રૂપિયાથી 5.64 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે ડેટસનની કિંમત 3.29 લાખ રૂપિયાથી 4.89 લાખ રૂપિયાની વચ્ચે છે.
નવી વેગનઆરમાં નવા એક્સટીરિયર પણ આપવામાં આવ્યા છે જે નવા ડ્યુઅલ સ્પ્લિટ હેડલેમ્પ્સ, ક્રોમ સ્લેટવાળી નવી ગ્રિલ, ઇન્ટીગ્રેટેડ ટર્ન લાઈટ વાળા ORVMs, નવા વર્ટિકલ ટેલલેમ્પ્સ અને રિયર વિન્ડસ્ક્રીન વાઈપર્સ આપવામાં આવ્યા છે. કારમાં સ્માર્ટપ્લે સ્ટૂડિયો આપવામાં આવ્યા છે. જે અંતર્ગત સ્માર્ટફોન કનેક્ટિવીટી, વાહનની જાણકારીની સાથે એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેવા ફીચર્સ સામેલ છે.
મારુતિ સુઝુકી 2019માં સૌથી મોટો ફેરફાર પાવરટ્રેનમાં કરવામાં આવ્યો છે અને નવી કાર વદારે દમદાર 1.2 લિટર કે સીરીઝ પેટ્રોલ એન્જિન સાથે આવે ચે. આ એન્જિન 82 બીએચપી વાર અને 113 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે જ હાલમાં જૂની કારવામાં આપવામાં આવતું 1 લિટર એન્જિન પણ આપવામાં આવશે જે 67 બીએચપી પાવર અને 90 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બન્ને એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવે છે અને વિકલ્પ તરીકે 5 સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવસે. નવી વેગન આરમાં લાગેલ 1.2 લિટર પેટ્રોલ એન્જિન 21.5 કિલોમીટર પ્રતિ લિટર અને કારમાં લાગેલ 1 લિટર એન્જિન 22 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપવાનો કંપનીએ દાવો કર્યો છે.
તેની એક્સ શોરૂમ કિંમત 4.19 લાખ રૂપિયાથી 5.69 લાખ રૂપિયાની વચ્ચે છે. એક લિટર મેન્યુઅલ વેરિયન્ટની કિંમત કિંમત 4.19 લાખ રૂપિયાથી શરૂ થઈને 4.69 લાખ રૂપિયાની વચ્ચે છે. આ શ્રેણીમાં ઓટોમેટિક ગિયર શિફ્ટ વેરિયન્ટની કિંમત 5.16 લાખ રૂપિયા છે. કંપનીએ 1.2 લિટર શ્રેણીની કિંમત 4.89 રૂપિયાથી 5.69 લાખ રૂપિયા સુધી રાખી છે. કાર 6 કલર્સ- સુપીરિયર વ્હાઈટ, સિલ્કી સિલ્વરની સાથે 4 નવા કલર્સ- મૈગ્મા ગ્રે, પર્લ નટમેગ બ્રાઉન, પર્લ ઓટમ ઓરેન્જ અને પર્લ પૂલસાઈડ બ્લ્યૂ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -