અમૂલ વેચશે ઊંટડીનું દૂધ, 500 મિલીનો ભાવ જાણીને ચોંકી જશો
અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો. આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે” ઊંટ ઉછેરતાં ખેડૂતો અને ગ્રાહકોના લાભાર્થે અમે આવુ દૂધ રજૂ કરનાર પ્રથમ ડેરી બન્યા છીએ. અમે ડાયાબિટીક મેનેજમેન્ટના સાધન તરીકે આ રજૂ કરી રહ્યા છીએ, તે અમારા માટે ગૌરવદાયી ક્ષણ છે. પચવામાં આસાન અને આરોગ્યના વિવિધ લાભ ધરાવતા આ દૂધને કારણે બજારમાં એક નવું ક્ષેત્ર ખૂલ્યું છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાંથી પ્રાપ્ત કરાયેલું આ દૂધ 500 મિ.લિ.ની પેક બોટલમાં 50 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ થશે. ને ત્રણ દિવસની સેલ્ફ લાઈફ માટે ઠંડુ કરવાની જરૂર રહે છે. તેને ત્રણ દિવસની સેલ્ફ લાઈફ માટે ઠંડુ કરવાની જરૂર રહે છે. અમૂલે અગાઉ કેમલ મિલ્ક ચોકલેટ બજારમાં રજૂ કરી હતી, તેને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભૂજની સ્વૈચ્છિક સંસ્થા સહજીવન અને કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સરહદ ડેરી, કચ્છ મારફતે ઊંટ ઉછેરતાં લોકોને સંગઠીત કરાયા છે. આ પહેલને પરિણામે સારા બજાર ભાવ અને ગ્રાહકોને આરોગ્યપ્રદ રીતે પ્રોસેસ કરેલા સુપિરિયર ક્વોલિટીનું કેમલ મિલ્કનો લાભ મળશે.
અમદાવાદઃ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) પ્રથમવાર 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક બજારમાં મૂકી રહ્યું છે. કંપની શરૂઆતના તબક્કે ગુજરાતનાં પસંદગીનાં શહેરો ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ ખાતે આ કેમલ મિલ્ક બજારમાં મુકશે. અમૂલ લગભગ છેલ્લા બે વર્ષથી કેમલ મિલ્ક બજારમાં મૂકવા અંગે વિચારણા કરી રહ્યું હતું અને 2017માં તો તેણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (એફએસએસએઆઇ) તેને મંજૂરી પણ આપી દીધેલી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -