ગુજરાતમાં વોડાફોનની 4જી સેવા શરૂ, લોન્ચ થતા જ નેટવર્ક ઠપ, જાણો શું થઈ મુશ્કેલીઓ
રિલાયન્સ જિયો દ્વારા 4જી લોન્ચ કરાયા બાદ મોબાઈલ સેવા પૂરી પાડતી વોડાફોન, એરટેલ તેમજ આઈડિયા દ્વારા પૂરતો સહયોગ આપી ટ્રાઈના નિયમોનો ભંગ કરવા બદલ કંપનીઓને 3050 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ફરી એકવાર વોડાફોનની સર્વિસ ખોરવાતા તેની છાપ ખરડાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોડાફોન દ્વારા ગુરુવારે બપોરે રાજ્યમાં 4જી લોન્ચ કરાયા બાદ સાંજે 6.55 વાગે વોડાફોનના તમામ નેટવર્ક ઠપ થઈ ગયા હતા. જેના કારણે ઇનકમિંગ તેમજ આઉટગોઇંગ કોલ તથા ઇન્ટરનેટ પણ બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ઈન્ટરનેટ દ્વારા થતા પેમેન્ટ પણ અટકી પડ્યા હતા.
આજના સમયમાં અનેક લોકો પોતાના સ્માર્ટફોનમાં ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન ખરીદી, ટિકિટ બુકિંગ સહિતની કામગીરી કરતા હોય છે. આવા લોકોની સુવિધા માટે અને ઝડપી ઇન્ટરનેટ સુવિધા માટે વિવિધ સર્વિસ પ્રોવાઈડર દ્વારા 4જી સર્વિસની શરૂઆત કરવામાં આવી રહી છે. તાજેતરમાં એક પછી એક કંપનીઓ દ્વારા પણ ઝડપથી 4જી લોન્ચ કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં વોડાફોન દ્વારા તેના ગ્રાહકો માટે ગુરુવારે ગુજરાતમાં 4જીની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અન્ય કંપનીઓ દ્વારા પણ આગામી દિવસોમાં 4જી લોન્ચ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
અમદાવાદઃ વોડાફોન કંપનીએ ગુરુવારે ગુજરાતમાં 4જી સેવા લોન્ચ કરી. કંપનીએ ગ્રાહકોને નવી સેવા પૂરી પાડ્યાના થોડા જ કલાકમાં નેટવર્ક ઠપ થઈ જતા લાખો ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં લોકોના સંપર્કો કપાઈ જવાથી અનેક લોકોના કામ અટકી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -