50 કરોડ મોબાઈલ નંબર બંધ થવાનું જોખમ, જાણો શું છે સમસ્યા....
નવી દિલ્હીઃ દેશના 50 કરોડ મોબાઈલ યૂઝર્સ સામે તેમના નંબર બંધ થવાનું જોખમ ઉભું થુયં છે. આ નવું જોખમ આધાર સાથે જોડાયેલ કેવાઈસીને લઈને છે. મોબાઈલ યૂઝર્સે ટેલીકોમ કંપનીઓને આધાર સાથે જો કોઈ બીજા ડોક્યુમેન્ટ આપ્યા નહીં હોય તો તેનો નંબર બંધ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે આધાર માટે સુનાવણી કરતાં આદેશ આપ્યો હતો કે મોબાઈલ કંપનીઓ યૂઝર્સની ઓળક માટે આધાર નંબરનો ઉપયોગ કરી નહીં શકે. જ્યારે સ્થિતિ એ છે કે 50 કરોડથી વધારે નંબર આધાર પર જ ચાલી રહ્યા છે. એવામાં ટેલીકોમ કંપનીઓએ યૂઝર્સનો આધાર ડેટા હટાવવો પડશે. અન્ય કોઈ માન્ય પૂરાવા જમા ન કરાવવા પર આધાર હટવાની સાથે જ મોબાઈલ નંબર બંધ થઈ જશે.
સરકાર પણ આ મામલે ગંભીર વિચારણા કરી રહી છે. આ મામલે સમાધાન કેવી રીતે નીકળે તેના માટે ટેલીકોમ વિભાગ આધાર પ્રાધિકરણ સાથે વાતચીત કરી રહ્યા છે. કોઈ વચ્ચેનો રસ્તો શોધવા માટે ટેલીકોમ સચિવ અરૂણા સુંદરરાજને બુધવારે મોબાઈલ કંપનીઓ સાથે મુલાકાત કરી. સુંદરરાજને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, સરકારે આ મામલે ચિંતિત છે અને સમાધાન શોધી રહી છે. સરકારનો પ્રયત્ન છે કે આધાર હટાવવા અને ઓળખનો નવો પૂરાવો જમા કરાવવા સુધી મોબાઈલ યૂઝર્સને કોઈ પરેશાન ન થાય.
મોબાઈલ કંપનીઓની જ્યાં સુધી વાત છે તો રિલાયન્સ જિઓએ આધાર અંતર્ગત સૌથી વધારે નંબર વહેંચ્યા છે કારણ કે તેનો સંપૂર્ણ ડેટાબેસ અને નેટવર્ક ઓપરેશન બાયોમેટ્રિક ઓળખ આધારિત છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી જિઓના 25 કરોડ યૂઝર્સ થઈ ગયા છે. તેને ધ્યાનમાં રાખતા આધારનો સૌથી મોટો પડકાર જિઓ સામે છે. જિઓ ઉપરાંત, ભારતી એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને એમટીએનએલ સામે પણ કંઈક આવું જ જોખમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -