31 માર્ચ બાદ પણ રિલાયન્સ Jioને બખ્ખાં જ છે, જાણો કેટલા લોકો ફ્રી ઓફર બાદ પણ જોડાયેલા રહેશે
બોફા-એમેલે દેશભરમાં 1000થી વધારે ગ્રાહકો પર આ અંગે એક ઓનલાઈન સર્વે કર્યો હતો. તે અનુસાર, જિયોની હાઈસ્પીડ ડેટા, તેના સસ્તા કોલદરને કારણે લોકો વધારે આકર્ષિત થઈ રહ્યા છે. તેમના અનુસાર 60 ટકા યૂઝર્સે કહ્યું કે તે જિયોનો ઉપયોગ કરવા માટે નવો ફોન લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સર્વે બેંક ઓફ અમેરિકા-મેરિલ લિંચ (બોફા-એમએલ)એ કર્યો છે. જણાવીએ કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની તમામ કોલ અને ડેટા સેવા 31 માર્ચ 2017 સુધી ફ્રી છે. વિશ્લેષક સંજય મોકિમ અને કૃષ્ણ બિનાનીએ ગુરુવારે જારી કરેલ અહેવાલમાં કહ્યું કે, જિયોના 85 ટકાથી વધારે ગ્રાહકોનું કહેવું છે કે, ફ્રી ઓફર પૂરી થયા બાદ પણ તે કંપનીની સેવાઓ સાથે જોડાયેલ રહેશે. એટલે કે આટલા લોકો જિયોના ગ્રાહકો જળવાઈ રહેશે. બીજી બાજુ 8 ટકા અન્ય ગ્રાહકોનું કહેવું છે કે, જો કંપની વોયસ કોલ સાથે જોડાયેલ મુશ્કેલીને દૂર કરી લેશે તો તે પણ કંપનીની સેવા સાથે જોડાયેલ રહેશે.
નવી દિલ્હીઃ માર્ચ સુધી ફ્રીમાં કોલિંગ અને ઇન્ટરનેટ ડેટાની સુવિધા આપતી રિલાયન્સ જિયો માટે સારા સમાચાર છે. એક સર્વે અનુસાર જિયોના 85 ટકાથી વધારે ગ્રાહકોનું કહેવું છે કે તે કંપનીની હાલની ફ્રી ઓફર પૂર્ણ થયા બાદ પણ કંપની સાથે જોડાયેલ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -