✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

1000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ભરો ઉડાન, આ Airlines આપી રહી છે ભાડામાં ભારે ડિસ્કાઉન્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2017 07:22 AM (IST)
1000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ભરો ઉડાન, આ Airlines આપી રહી છે ભાડામાં ભારે ડિસ્કાઉન્ટ
1

ગોએર પણ હાલમાં ઓફર અંતર્ગત 1057 રૂપિયામાં ટિકિટ આપી રહી છે. તે અંતર્ગત તમે 31 જાન્યુઆરી સુધી ટિકિટ બુકિંગ કરાવી શકો છો. આ ઓફર દિલ્હીથી જયપુર રૂટ પર મળશે. જયપુરથી દિલ્હી માટે 1267 રૂપિયા અને બેંગલુરુથી ગોવા માટે 1692 રૂપિયામાં ટિકિટ આપવામાં આવી રહી છે.

2

ઇન્ડિગો એરલાઈન્સે પણ આકર્ષક ઓફરો રજૂ કરી છે. જે અંતર્ગત 949 રૂપિયાથી ટિકિટની શરૂઆત થાય છે. આ ટિટિક પણ કેટલાક પસંદગીના રૂટ પર મળી રહી છે. ઇન્ડિગોની આ ઓફર અંતર્ગત બુકિંગનો લાભ તમે 7 જાન્યુઆરી 2017 સુધી લઈ શકો છો. આ છૂટ અંતર્ગત તમે જાન્યુઆરીથી લઈને 13 એપ્રિલ સુધી પ્રવાસ કરી શકો છો. ઇન્ડિગોની આ ઓફર અંતર્ગત કોયમ્બતુરથી ચેન્નઈ 949 રૂપિયા, દિલ્હીથી જયપુર 1042 રૂપિયા, ચેન્નઈથી બેંગલુરુ 1187 રૂપિયા, ચેન્નઈથી દિલ્હી 2832 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકો છો.

3

જેટ એરવેઝે હાલમાં 'ગેટ સેટ ફોર અ ફ્લાઈંગ સ્ટાર્ટ' નામથી એક સ્કીમ લોન્ચ કરી છે. કંપનીની વેબસાઈટ અનુસાર ઘરેલુ રૂટ પર 999 રૂપિયા (તમામ ટેક્સ સહિત)માં ટિકિટ મળી રહી છે. આ સ્કીમનો લાભ 7 જાન્યુઆરી 2017 સુધી લઈ શકાશે.

4

નવી દિલ્હીઃ નવ વર્ષના અવસર પર એરલાઈન્સ પ્રવાસીઓને આકર્ષવા માટે એક પછી એક આકર્ષિત ઓફરો રજૂ કરી રહી છે. મોટેભાગે હવાઈ ભાડામાં છૂટની ઓફર રજૂ કરવામાં આવતી હોય છે. હાલમાં જેટ એરવેઝે, ગોએર અને ઇન્ડિગોએ પણ કેટલાક પસંદગીના રૂટ્સ પર હવાઈ ભાડામાં ડિસ્કાઉન્ટ આપી રહી છે.

  • હોમ
  • બિઝનેસ
  • 1000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ભરો ઉડાન, આ Airlines આપી રહી છે ભાડામાં ભારે ડિસ્કાઉન્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.