SBIએ Paytm સહિત તમામ ઈ-વોલેટ્સ કર્યા બ્લોક
રિપોર્ટ અનુસાર પેટીએમના પ્લેટફોર્મ પર સુરક્ષાના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યોહતો. ઉપરાંત આ ઈ-વોલેટ્સને બ્લોક કરવાનું કારણ પ્રતિસ્પર્ધા પણ છે. બેંક ખુદ પોતાની એપ 'SBI Buddy'ને પ્રમોટ કરવા માગે છે. એસબીઆઈ પોતાના ગ્રાહકોને અન્ય ઈ-વોલેટ્સપર ટ્રાન્સફર ન થાય તેવું ઇચ્છે છે. જોકે આ અંગે પેટીએમ અને એરટેલ મની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટીએમને બ્લોક કરવા પર એસબીઆઈએ કહ્યું કે, સુરક્ષાનું ઉલ્લંઘને કારણે આમ કર્યું છે. બેંક અનુસાર અનેક ગ્રાહક ફિશિંગનો ભોગ બન્યા હતા, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. બેંકે કહ્યું કે, પેટીએમ પર આ પ્રતિબંધ કામચલાઉ છે અને સુરક્ષા માનકોની સમીક્ષા કર્યા બાદ આ પ્રતિબંધ ઉઠાવવા પર વિચાર કરવામાં આવશે.
બેંક આ નિર્ણયને લઈને આરબીઆઈને કરેલી સ્પષ્ટતામાં કહ્યું કે સુરક્ષા અને કારોબારી હિતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એરક બિઝનેસ ન્યૂઝ ચેનલ અનુસાર આરબીઆઈએ ઈ-વોલેટ્સ બ્લોક કરવા પર બેંક પાસે સ્પષ્ટતા માગી હતી.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ, મોબિક્વિક, એરટેલ મની સહિત તમામ ઈ-વોલેટ્સને બ્લોક કર્યા છે. હવે એસબીઆઈના નેટ બેન્કિંગથી આ વોલેટ્સમાં રકમ ટ્રાન્સફર કરી નહીં શકાય. જોકે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ દ્વારા આ વોલેટ્સમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -