✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સીનિયર સિટીઝન્સ માટે રેલવેનો નવો નિયમ, રાહત મેળવવા માટે આધાર નંબર જરૂરી, જાણો ક્યારથી લાગુ થશે નિયમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2016 08:08 AM (IST)
1

રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આગામી વર્ષે પહેલી એપ્રિલ બાદ કોઇ સિનિયર સિટિઝન આધારકાર્ડ નંબર આપશે નહીં તો તેને ટિકિટ તો મળશે પરંતુ ભાડામાં મળનાર ૫૦ ટકાની છુટછાટ મળશે નહીં. રેલવેએ પોતાના સિસ્ટમમાં ફેરફાર કરવા માટે આઈટી યુનિટ ક્રિસને આદેશ આપી દીધા છે. રેલવે અધિકારીઓના કહેવા મુજબ સિનિયર સિટિઝનવાળા પ્રયોગ બાદ તેને અન્ય યાત્રીઓ માટે પણ લાગૂ કરાશે. આનાથી રેલવે ટિકિટની કાળાબજારીને પણ રોકી શકાશે.

2

આઈઆરસીટીસી પણ પહેલી જાન્યુઆરીથી આધારકાર્ડની વિગતો લેવાની શરૂઆત કરશે. ત્યારબાદ વ્યવસ્થા એવી ઉભી કરવામાં આવશે કે ઓનલાઈન આધાર નંબર મુકતાની સાથે જ યાત્રીની વિગતો આવી જશે. આની સાથે જ ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ વધારે સમય લાગશે નહીં. બીજો મોટો ફાયદો એ થશે કે રેલવે ટિકિટમાં દલાલી ઘટી જશે. દલાલો માટે કોઇપણ નામથી ટિકિટ બુક કરીને વેચવાનું મુશ્કેલરૂપ બની જશે.

3

ભારતીય રેલવેના એક ટોચના અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, આનાથી રેલવેની સાથે સાથે પેસેન્જરને પણ ફાયદો થશે. આ આદેશ ઓનલાઈન અને રેલવે કાઉન્ટરથી ખરીદવામાં આવનાર ટિકિટ ઉપર લાગુ થશે. અધિકારીઓનું કહેવું છે કે, રેલવે હાલથી જ આધારકાર્ડ નંબર લેવાની શરૂઆત કરી દેશે પરંતુ હાલમાં આ ફરજિયાત રહેશે નહીં.

4

નવીદિલ્હી: ઇન્ડિયન રેલવે પહેલી એપ્રિલ ૨૦૧૭થી સિનિયર સિટીઝનો માટે આધારકાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. જો કોઇ સિનિયર સિટીઝન નક્કી કરવામાં આવેલી તારીખ બાદ આધારકાર્ડ નંબર નહીં આપે તો રેલવે તેમને મળનારી રાહત આપશે નહીં. આ સંદર્ભમાં રેલવે દ્વારા સત્તાવાર જાહેરનામુ જારી કરી દીધું છે.

  • હોમ
  • બિઝનેસ
  • સીનિયર સિટીઝન્સ માટે રેલવેનો નવો નિયમ, રાહત મેળવવા માટે આધાર નંબર જરૂરી, જાણો ક્યારથી લાગુ થશે નિયમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.