જો તમારી પાસે 1 કિલો કરતાં વધારે સોનું છે, તો પણ તમે જપ્તી અને ટેક્સથી બચી શકો છો, પણ આટલી શરત છે
જો તમારી પાસે મોદી સરકાર દ્વારા ગુરુવારે (1 ડિસેમ્બર)ના રોજ જાહેર કરવામાં આવેલ મર્યાદા કરતાં વધારે સોનું અથવા આભષણ છે તો તમારે ગભરાવાની જરૂર નછી. સોનું રાખવાની મર્યાદાની જાહેરાત બાદથી તેને લઈને ચાલી રહેલ અફવાનું ખંડન કરતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ સ્પષ્ટ કર્યું છે કે, આવકવેરા અધિકારી રેડ દરમિયાન નક્કી મર્યાદાથી વધારે સોનું મળી આવવા પર તેને જપ્ત નહીં કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમારી પાસે વારસાઈ આભૂષણ છે અથવા તમે તમારી મહેનતની કમાણીથી નક્કી મર્યાદાથી વધારે સોનું ખરીદ્યું છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. અમને તમને જણાવીએ છીએ કે નક્કી મર્યાદા કરતાં વધારે સોનું હોવા પર પણ તમે જપ્તી અને દંડથી બચી શકો છો.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો તમારી પાસે વારસાઈ સંપત્તિ તરીકે સોનાના આભૂષણ હશે અને તે નક્કી મર્યાદાથી વધારે માત્રામાં હશે તો તમારે તેના પર ટેક્સ અથવા દંડ આપવો નહીં પડે. તમે વારસદારની વસિયત અથવા અન્ય દસ્તાવેજથી પ્રમાણિત કરી શકો છો કે તમારી પાસે જે સોનું છે તે વારસાઈ છે તો તમારે આવકવેરા વિભાગથી ડરવાની કોઈ જરૂર નથી.
જો તમે તમારી પાસે નક્કી મર્યાદાથી વધારે સોના પર વેલ્થ ટેક્સ (સંપત્તિ કર) ભર્યો છે તો તમે જપ્તી અથવા દંડથી બચી શકો છો. સરકારે વર્ષ 2015-16માં 30 લાખથી વધારે વાર્ષિક આવક પર આપવામાં આવતે વેલ્થ ટેક્સ ખતમ કર્યો હતો. આવી સ્થિતિમાં જો તમે 2014-15 સુધી તમારી પાસે રહેલ સોના પર વેલ્થ ટેક્સ આપ્યો છે તો તમારે આવકવેરા વિભાગને કોઈ સ્પષ્ટતા કરવી નહીં પડે.
જો તમારી વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધારે છે અને તમે તમારા આવકવેરા રિટર્નમાં 31 માર્ચ 2016 સુધી તમારી પાસે રહેલ સોનાની માત્રા તેમાં દર્શાવી છે તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. જો તમે આવકવેરા રિટર્નમાં દર્શાવેલી તમારી કમાણીની બચતમાંથી સોનું ખરીદ્યું છે તો તમારે તેના પર કોઈ ટેક્સ આપવો નહીં પડે. જો તમે ખેતીની આવકમાંથી સોનું ખરીદ્યું છે તો પણ તમારે કોઈ ટેક્સ આપવો નહીં પડે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -