કેશલેસ ટ્રાન્ઝેક્શન પર સાઈબર એટેકનું જોખમ, સરકારે જારી કરી ચેતવણી
માઈક્રો એટીએમ જીપીઆરએસ દ્વારા બેંકોના સર્વરો સાથે જોડાયેલ હોય છે. હેકર્સ સરળતાથી ડેટા ચોરી શકે છે. પીઓએસમાં ડેટા ઇનપુટ ટેક્સ્ટમાં હોય છે. એટલે કે પિન સહિત કાર્ડની જાણકારી જેવી હોય તેવી જ સર્વરમાં નોંધાઈ જાય છે. હેકર્સ ડેટા દ્વારા તમારા રૂપિયા ચોરી શકે છે. હેકર્સ માઈક્રો એટીએમ અને પીઓએસની પાસે નાનકડું સ્કીમર મશીન અથવા કાર્ડ રીડર લગાવીને ડેટા ચોરી કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીઈઆરટી-ઈટે જણાવ્યં કે, કોઈ ડેટા ચોર સ્વાઈપ મશીનમાં એક નાનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ (સ્કીમર મશીન એટલે કાર્ડ રીડર)ને લગાવીને ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ગુપ્ત નંબર અને પાસવર્ડ જાણી શકે છે. તેની સાથે માઈક્રો એટીએમ અને પીઓએસ માટે બે અલગ એડવાઈઝરી જારી કરી છે. સીઈઆરટી-ઇનની આ ચેતવણી ખૂબ જ મહત્ત્વની છે. ગયા ઓક્ટોબર મહિનામાં જુદી જુદી બેંકના 32 લાખ કાર્ડ્સ ડેટા ચોરી થવાનો મામલો સામે આવ્યો હતો. હેકર્સે તેના દ્વારા અંદાજે 1.30 કરોડ રૂપિયા પણ ચોરી લીધા હતા.
નવી દિલ્હીઃ નોટબંધી બાદ દેશમાં વધતા કેશલેસ ટ્રાન્ઝેક્શનને લઈને સાઈબર એટેકનું જોખમ વધી ગયું છે. માઈક્રો એટીએમ અને પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ0 મશીન સૌથી સરળ ટાર્ગેટ છે. તેનાથી ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સને ડેટા સરળતાથી ચોરી થઈશકે છે. આ ચેતવણી દેશની સૌથી મોટી સાઈબર સુરક્ષા એજન્સી સીઈઆરટી-ઇને આપી છે. એજન્સીએ તમામ ગ્રાહકો, બેન્કર્સ અને કારોબારીઓને સ્કીમિંગ અને માલવેરના હુમલાથી બચવાના ઉપાય સૂચવ્યા છે.
તાજેતરમાં એક રીપોર્ટ આવ્યો છે કે 2017માં ATM પર સાઈબર હૂમલા વધી શકે છે. અમેરિકાની સાઈબર સુરક્ષા કંપની ફાયરઆઈએ રીપોર્ટમાં કહ્યું છે કે એશિયાના ક્ષેત્રમાં 2017માં ATM પર સાઈબર હુમલા વધશે. આ વર્ષે જાપાન અને બાંગ્લાદેશમાં સાઈબર અને માલવેયર હુમલો થયો હતો. હવે આ એટેક બીજા દેશોમાં પ્રસરશે. ભારતમાં આવો સાઈબર એટેક થાય તો ડિજિટલ વ્યવહારો કેટલા સુરક્ષિત રહેશે. દરેક વ્યક્તિએ પોતાના ટ્રાન્ઝેક્શનને સતત ચેક કરતા રહેવું પડે અથવા તો બેંકમાંથી સ્ટેટમેન્ટ મેળવતા રહેવું. જો કે સરકારે પણ સાઈબર ક્રાઈમના કાયદામાં ફેરફાર કરીને તેના માટે અલગ ટીમની રચના કરવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -