✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાના નિર્ણય પર SCનો સ્ટે, સરકારને મોટો ઝાટકો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jun 2017 02:56 PM (IST)
1

તેના પર સુપ્રીમ કોર્ટે રોહતગીને સવાલ કર્યો હતો, તો શું પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે? તેને મેન્ડેટરી કેમ કરવામાં આવ્યું? તેના જવાબમાં રોહતગીએ કહ્યું કે પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે લોકો નકલી આઇડેન્ટિટી કાર્ડ મારફતે મોબાઇલ ફોન માટે સિમ કાર્ડ ખરીદી રહ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટે તેના પર લગામ મૂકવા કહ્યું હતું.

2

21 એપ્રિલે જસ્ટિસ એ.કે. સીકરીની અધ્યક્ષતાવાળી બેન્ચની સામે કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થયા હતા. કોર્ટના આધારને મેન્ડેટરી કરવાના સવાલ પર રોહતગીએ કહ્યું હતું કે કેટલાંક લોકો એવા પાન કાર્ડની જાણકારી આપી રહ્યા હતા જે નકલી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવ્યા હતા. કેટલાક એવા મામલાઓ પણ સામે આવ્યા જેમાં એક વ્યક્તિ પાસે ઘણા પાન કાર્ડ હતા. આ નકલી કાર્ડ્સનો ઉપયોગ નકલી કંપનીઓને પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો.

3

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર લોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (9 જૂન)એ કહ્યું કે જ્યાં સુધી બંધારણીય બેંચ આ મામલે આગળની સુનાવણી ન કરે ત્યાં સુધી નિર્ણય પર રોક લાગશે.

4

4 મે ના રોજ આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ એ.કે. સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. આધાર કાર્ડને લઇને સુપ્રીમ કોર્ટમાં અનેક પિટિશન્સ સુનાવણી માટે દાખલ કરવામાં આવી હતી. એમાં IT ઍક્ટની કલમ 139AA ને પડકારવામાં આવી હતી. આ ઍક્ટ 2017ના યુનિયન બજેટમાં લાવવામાં આવ્યો હતો.

5

આ ઍક્ટ પ્રમાણે- ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે. એ જ રીતે પાન કાર્ડ બનાવવા માટે પણ આધાર્ડ કાર્ડ જરૂરી કરવામાં આવ્યું છે.આ કાયદો આ જ વર્ષે 1 જૂલાઇથી લાગુ થવા જઇ રહ્યો છે. સીપીઆઈ લીડર બિનોય વિસ્વામ સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકાર્યો છે. પિટિશન પ્રમાણે 2015માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે યુનિક આઇડેન્ટિટી નંબર સ્વૈચ્છિક છે. પરિણામે, સરકાર આઇટીઆર અને પાન માટે આધારને મેન્ડેટરી ઘોષિત ન કરી શકે.

  • હોમ
  • બિઝનેસ
  • આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાના નિર્ણય પર SCનો સ્ટે, સરકારને મોટો ઝાટકો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.