આજથી BSE પર ડીલિસ્ટ થઈ જશે આ 200 કંપનીઓ, રોકાણકારોને આ રીતે રૂપિયા મળશે પાછા
સેબી અને આવકવેરા વિભાગે પણ 100 બ્રોકિંગ ફર્મ પર શેલ કંપનીઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેના પર 16,000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ છે. સેબી, આકવેરા વિભાગે તેના પર કેવાઈસી નિયમોમાં છેડછાના આરોપ પણ લગાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીલિસ્ટ થયા બાદ આ કંપનીઓના પ્રમોટર્સે શેરહોલ્ડરો પાસેથી શેર પરત ખરીદવાના રહેશે, તેના માટે એક્સચેન્જના એક્સપર્ટ શેરની ફેર વેલ્યૂ નક્કી કરશે. ડીલિસ્ટ થનારી આ કંપનીઓમાં એથિના ફાઇનાન્શિયલ સર્વિસ, અંકુર ડ્રગ્સ, બ્લૂ બર્, ક્રૂ બોસ, કુટોન્સ રિટેલ, પર્લ એન્જિનીયરિંગ પોલિમર્સ, નાગાર્જુન ફાઈનાન્સ, અરિહંત ઇન્ડસ્ટ્રીઝ, ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ, ધનુષ ટેક્નોલોજીસ, આઈઓએલ નેટકોમ, પારેખ પ્લેટિનમ અને સ્ટીલ ટ્યૂબ્સ ઓફ ઇન્ડિયાના નામ સામેલ છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નિયામકીય પ્રાધિકરણ નકલી કંપનીઓ અને રજિસ્ટર્ કંપનીઓ પર કડક કાર્રવાઈ કરી રહી છે, કારણ કે તેનો ઉપયોગ કથિત રીતે બેનામી સંપત્તિની હેરફેર માટે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ મહિનાની શરુઆતમાં બજાર નિયામક સેબીએ શેર બજારમાં 331 શંકાસ્પદ નકલી કંપનીઓ પર કાર્રવાઈ કરવાના આદેશ આપ્યા હતા.
નવી દિલ્હીઃ દેશના મુખ્ય સ્ટોકસ એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 23 ઓગસ્ટથી 200 કંપનીઓ ડીલિસ્ટ થઈ જશે અને તેના પ્રમોટરોને 10 વર્ષ માટે બજારમાં કારોબાર કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવશે. આ કંપનીઓના સ્ટોકમાં લેવડ દેવડ વિતેલા 10 વર્ષથી પ્રતિબંધિત છે. આ તમામ કંપનીઓ આજથી ડીલિસ્ટ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -