હવે આધાર નંબર વગર નહીં બને ડ્રાઈવિગં લાયસન્સ, રીન્યૂ માટે પણ જરૂરી બનશે
તમામ ડેટાને હાર્ડકોપી રજિસ્ટ્રારમાંથી ડિજિટલ ફોર્મેટમાં ફેરવી દેવાનું કામ ચાલી રહ્યું છે. જાણકાર સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે, આના કારણે સામાન્ય લોકોને ઘણો ફાયદો થશે. સાથે સાથે દૂષણને પણ રોકી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર માત્ર એક સિંગલ દસ્તાવેજ તરીકે રહેશે. આનાથી અરજદારની ઓળખ ખુબ જ ઝડપથી પુરવાર થઇ શકશે. જો કોઇ વ્યક્તિ પાસે આધાર નથી તો આવા લોકો કેટલાક અન્ય દસ્તાવેજો રજૂ કરી શકે છે. આરટીઓને પણ સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. સત્તાવાર અંદાજ મુજબ ભારતમાં હજુ સુધી ૧૮ કરોડ ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવામાં આવી ચુક્યા છે.
સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પહેલાથી જ જરૂરી ફેરફાર સાથે આ પગલાને અમલી કરવા તૈયારી કરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ જારી કરવાનો મામલો રાજ્યનો વિષય હોવાથી મંત્રાલય દ્વારા સેફ સિસ્ટમ અથવા સુરક્ષિત વ્યવસ્થાને અપનાવવા રાજ્યોને મંત્રાલય દ્વારા વિનંતી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભમાં રાજ્યોને ટૂંકમાં જ આદેશ કરવામાં આવનાર છે. નવા લાયસન્સ માટે આધાર ઓળખ જરૂરી બનાવી દેવામાં આવશે. આ ઉપરાંત લાયસન્સ રિન્યૂ કરાવવા માગતા લોકો માટે પણ આધારને જરૂરી બનાવવામાં આવશે. સત્તાવાર સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, આના કારણે મલ્ટીપલ લાયસન્સના ઉપયોગના દૂષણને રોકી શકાશે.
નવી દિલ્હીઃ પાન કાર્ડ અને મોબાઈલ નંબર બાદ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા અને રિન્યૂ કરાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત થવાનું છે. કેન્દ્ર સરકારના નવા નિર્ણય અનુસાર ટૂંકમાં જ ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવામાં તમારી ઓળખ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવશે.
એટલે કે, બનાવટી ઓળખ ઉપર અથવા તો ફોજદારી ગુના, ટ્રાફિક માટે લાયસન્સ સસ્પેન્ડ કરવા જેવી બાબતો ઉપર ધ્યાન અપાશે. આ પ્રકારની પ્રથાને આધારના કારણે રોકી શકાશે. આ વખતે ઓક્ટોબર મહિનાથી જ નવી વ્યવસ્થાને અમલી કરવામાં આવનાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -