1લી એપ્રિલથી કાર, ટૂ વ્હીલર માટે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે, IRDAI આપે મંજૂરી
IRDAIના જણાવ્યા અનુસાર નિયમોથી વીમા એજન્ટોના કમિશન અને રિમ્યૂનરેશનના દરોમાં સુધારો થશે અને સાથે રિવોર્ડ સિસ્ટમ પણ અસ્તિત્વમાં આવશે, જેથી વીમા કંપનીઓ તેમની પ્રોડક્ટ્સના મૂલ્યમાં ફેરફાર અંગે વિચારી રહી છે. નવા નિયમોના પગલે વીમા પ્રીમિયમમાં 5 ટકા સુધીના વધારાની મંજૂરી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેરફાર થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં થયેલા વધારા ઉપરાંત હશે, જે વધારો પણ પહેલી એપ્રિલથી અમલમાં આવી રહ્યો છે. IRDAI (પેમેન્ટ ઓફ કમિશન ઓર રિમ્યૂનરેશન ઓર રિવોર્ડ ટુ ઇન્શ્યોરન્સ એજન્ટ્સ એન્ડ ઇન્શ્યોરન્સ ઇન્ટરમીડિયરીઝ) રેગ્યુલેશન્સ, 2016 પહેલી એપ્રિલ, 2017થી અમલી બનશે.
નવી દિલ્હીઃ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI)એ ઇન્શ્યોરન્સ કંપનીઓએ પોતાના એજન્ટને આપવામાં આવત કમીશનની સમીક્ષાને લીલી ઝંડી આપી દીધી છે. ત્યાર બાદ, 1 એપ્રિલથી કાર, મોટરસાઈકલ અને હેલ્થ ઇન્શ્યોરન્સ મોંઘા થવાના છે. IRDAIની મંજૂરી બાદ હાલની વીમા પ્રીમિયમની રકમમાં 5 ટકા સુધીનો વધારો અથવા ઘટાડો કરી શકાય છે.
તદુપરાંત, વીમા કંપનીઓએ એવું સર્ટિફિકેટ પણ આપવું પડશે કે જે પોલિસી અગાઉ વેચાઇ ચૂકી છે તેમાં કોઇ ફેરફાર નહીં કરાય. કાર, ટૂ વ્હીલરનો થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પણ મોંઘો થશે કાર,ટુ વ્હીલરના ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ વધવા ઉપરાંત 1 એપ્રિલ, 2017થી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પણ મોંઘો થઇ જશે. IRDAIએ થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ વધારવા માટે જરૂરી ગણતરી બાદ તેને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ IRDAI નક્કી કરે છે. ભારતમાં થર્ડ પાર્ટી મોટર વીમો ઉતરાવવો જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -