ફોન અને બેંક એકાઉન્ટ બાદ હવે વીમા પોલિસીને પણ આધાર સાથે લિંક કરવી પડશે
જણાવી દઈએ કે જીવનવીમાં કંપનીઓ કેશમાં ક્લેઈમ સેટલ કરી શકતી નથી. ક્લેઈમની રકમ બેન્ક અકાઉન્ટમાં જમા થાય છે જે હવે આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. ઘણી કંપનીઓ દ્વારા પાનકાર્ડની પણ માંગણી કરવામાં આવે છે જ્યારે નિયામક દ્વારા તે માત્ર 50,000 કરતા વધારે રકમના કેશ પ્રિમિયમ માટે જ આવશ્યક હોવાનું જણાવાયું છે. વીમા કંપનીઓ દ્વારા આધાર કાર્ડ લીંકીંગની વ્યવસ્થા બેન્કો જેવી જ કરવામાં આવશે. એટલે કે ગ્રાહકો ટેક્ષ્ટ મેસેજ દ્વારા, ઓનલાઈન કે બ્રાન્ચ વિઝિટ દ્વારા પણ આધાર કાર્ડ લિંક કરી શકશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈરડાના નિર્દેશ અનુસાર વીમા કંપની જે તે ગ્રાહકના ક્લેઈમને આધારકાર્ડ અને પાનકાર્ડ ન આપે ત્યાં સુધી ન ચૂકવવાનો અધિકાર ધરાવશે. IRDAI દ્વારા એક પરિપત્રમાં દ્વારા તમામ કંપનીઓને જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારે 1 જૂન, 2017ના રોજ પોતાના એક ગેઝેટ નોટિફિકેશનમાં આધાર અને પાન ફોર્મ 60 તમામ પ્રકારની આર્થિક સેવાઓ મેળવવા માટે જરુરી બનાવી દીધું છે. જેમાં વીમાનો પણ સમાવેશ થાય છે.’
નવી દિલ્હીઃ બેંક ખાતા અને ફોન નંબને આધાર કાર્ડ સાથે જોડવાનો વિવાદ હજુ શાંત નથી પડ્યો ત્યાં વીમા ધારકોએ તેની વીમા પોલિસીઓને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત કરવાના અહેવાલ મળી રહ્યા છે. અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ઈરડાએ તમામ વીમા કંપનીઓને તેના ગ્રાહકોની પોલીસીને આધાર અને પાન કાર્ડ સાથે જોડવાના નિર્દેશ આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -