કેરોસીન સબસિડી, અટલ પેંશન યોજના માટે હવે AADHAR જરૂરી
તે અંતર્ગત સબસિડી લાભાર્થિઓના સીધા જ બેંક ખાતામાં મોકલવામાં આવે છે જે બજાર ભાવ પર રાશનની દુકાન પરથી કેરોસીન ખરીદે છે. આ બન્ને યોજનાઓને આધાર સાથે જોડવાથી સબસિડીનો દુરુપયોગ અટકશે અને એ સુનિશ્ચિત થશે કે લાભાર્થિઓને તેનો લાભ મળે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આધાર કાર્ડ જારી થાય ત્યાં સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, ફોટાવાળી પાસબુક, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના (મનરેગા) અંતર્ગત જારી રોજગાર કાર્ડ અને ગેજેટેડ ઓફિસર દ્વારા જારી સર્ટિફિકેટ માન્ય રહેશે.
જે લોકો પાસે આધાર નથી તેણે આધાર માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કેરોસીન સબસિડીના મામલે આધાર મેળવવા અથવા તેના માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. અટલ પેંશન યોજના સાથે આધાર લિંક કરાવવા માટે છેલ્લી તારીખ 15 જૂન છે.
નવી દિલ્હીઃ કેરોસીન ખરીદી પર સરકારી સબસિડી મેળવવા તથા અટલ પેંશન યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ હવે ફરજિયાત કરવામાં આવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે, જે લોકો કેરોસીન પર સબસિડી લઈ રહ્યા છે અને પેંશન યોજના માટે ફાળો આપી રહ્યા છે તેણે લાભ લેવા માટે આધાર આપવું ફરજિયાત છે.
સાથે જ લાભ માટે આધાર અથવા બેંક ખાતા સાથે પરિવારને જારી રાશન કાર્ડને જોડવાનો નિર્ણય કર્યો છે જેથી રોકડ ટ્રાન્સફરનો લાભ આપી શકાય. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે ડાયરેક્ટર બેનિફીટ ટ્રાન્સફર યોજના રજૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -