માલયાએ ભારત-પાક. મેચ ‘ગર્લફ્રેન્ડ’ પિંકી સાથે બેસીને જોઈ, જાણો કોણ છે લંડનમાં માલયા સાથે રહેતી આ પિંકી?
માલયાએ છ વર્ષ પછી રેખા સાથે બીજાં લગ્ન કર્યાં. આ લગ્નથી માલયાને બે દીકરીઓ છે. રેખા માલયાની બાળપણની મિત્ર હતી ને તેના બે વાર ડિવોર્સ થઈ ચૂક્યા હતા તેથી તેણે સ્થાયી થવા લંપટ માલયા સાથે લગ્નની હા પાડી. રેખા દીકરીઓ સાથે અમેરિકામાં રહે છે. સિધ્ધાર્થ લંડનમાં જ રહે છે પણ માલયા સાથે નથી રહેતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાનુયોગ માલયાએ પહેલાં લગ્ન ફ્લાઈટ એટેન્ડન્ટ સમીરા સાથે કરેલાં. આ લગ્નથી માલયાને સિધ્ધાર્થ નામે પુત્ર છે કે જે દીપીકા પદુકોણે સાથેના સંબધોના કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. સમીરા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એટેન્ડન્ટ હતી. બંનેનાં લગ્ન બહુ લાંબુ ના ટક્યાં ને સિધ્ધાર્થના જન્મ પછી બંને છૂટાં પડ્યાં.
ભારતમાં બેંકોનાં નાણાં ભરવામાં નિષ્ફળ રહ્યા પછી માલયા રાતોરાત ઈંગ્લેન્ડ ભાગ્યા ત્યારે પિંકી લાલવાણી પણ તેમની સાથે ભારતથી છૂ થઈ ગઈ હતી. માલયા જેટ એરવેઝની ફ્લાઈટમાં સાત બેગ સાથે લંડન જતા રહ્યા હતા. માલયાની બર્થનો નંબર વન ડી હતો અને તેમની બિલકુલ બાજુની સીટ પર પિંકી લાલવાણી બેઠી હતી.
વિજય માલયાએ બે વાર લગ્ન કર્યાં છે અને એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે માલયા અને પિંકી પરણી ચૂક્યાં છે પણ આ વાતને સત્તાવાર રીતે સમર્થન નથી મળતું. માલયાના ફ્રેન્ડ્સના કહેવા પ્રમાણે માલયા અને પિંકી લિવ ઈન રીલેશન્સમાં રહે છે. પિંકીનાં મમ્મી માલયા-પિંકી સાથે જ લંડનમાં રહે છે ને પિંકી તેમની દેખભાળ કરે છે.
પિંકી કિંગફિશરમાં ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે જોડાઈ હતી. માલયાની નજર તેના પર પડી ને એ તેમની નજરમાં વસી ગઈ પછી બંનેના સંબધો આગળ વધ્યા. પિંકીને માલયા જેવો માલદાર માણસ જોઈતો હતો તેથી તેણે માલયા ઈચ્છે એ રીતે સંબંધો આગળ વધવા દીધા અને ધીરે ધીરે તેમની ખાસ વ્યક્તિ બની ગઈ.
પિંકી લાલવાણી અને માલયાના સંબંધો બહુ જૂના છે. પિંકી લાલવાણી કિંગફિશર એરલાઇન્સની જૂની કર્મચારી છે અને તેણે બહુ જલદી માલયાને પકડી લીધા હતા. પોતાના હોટ લૂક માટે જાણીતી પિંકી કિંગફિશ ચાલુ હતી ત્યારે ડીફેક્ટો બોસ તરીકે જ વર્તતી હતી ને તેનો પડ્યો બોલ સૌએ ઉપાડવો પડતો હતો.
બર્મિંગહામઃ ભારતમાં બેંકોનું 9000 કરોડ રૂપિયાનું કરી નાંખનારા વિજય માલયા એજબાસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત-પાકિસ્તાન મેચમાં દેખાયા એ મુદ્દો ચર્ચામાં છે. માલયાએ વીઆઈપી બોક્સમાં બેસીને આરામથી મેચ જોઈ ને સુનિલ ગાવસકરને પણ મળ્યા છતાં આપણે તેમનું કશું ના તોડી શક્યા તેવો આક્રોશ પણ વ્યક્ત થઈ રહ્યો છે.
જો કે બહુ ઓછા લોકોનું ધ્યાન એ વાત તરફ ખેંચાયું કે માલયા ભારત-પાકિસ્તાન મેચ જોવા એકલા નહોતા આવ્યા. માલયાની સાથે એક યુવતી પણ પાસે બેઠેલી જોવા મળી હતી ને આ યુવતી બીજી કોઈ નહીં પણ માલયાની ગર્લફ્રેન્ડ છે અને લંડનમાં માલયા સાથે જ રહે છે. માલયાની ગર્લફ્રેન્ડનું નામ પિંકી લાલવાણી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -