Reliance Jioએ ફરી બનાવ્યો રેકોર્ડ, સતત ચોથા મહિને 4G સ્પીડમાં સૌથી આગળ...
અહેવાલ અનુસાર એપ્રિલમાં આઈડિયા સેલ્યુલરના નેટવર્ક પર 13.70 એમબીપીએસ અને વોડાફોન ઇન્ડિયાના નેટવર્ક પર 13.38 એમબીપીએસની સ્પીડ નોંધવામાં આવી હતી. જ્યારે દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર કંપની એપ્રિલમાં ડાઉનલોડ સ્પીડ 10.15 એમબીપીએસ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTRAIના આ અહેવાલ અનુસાર, એપ્રિલમાં રિલયન્સ જિઓની સ્પીડ 19.12 એમબીપીએસ રહી છે જે તેની વિતેલા મહિનાની 18.48 એમબીપીએસની સ્પીડ કરતાં સારી છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે આ યાદીમાં જિઓ સૌથી ટોચ પર રહી છે.
આ ડેટા સંગ્રહ વાસ્તિક સમયના આધારે કરવામાં આવે છે. સામાન્ય ભાષામાં કોઈ યૂઝર્સ 16 એમબીપીએસની સ્પીડ પર પાંચ મિનિટમાં એક સામાન્ય બોલીવુડ ફિલ્મ ડાઉનલોડ કરી શકે છે.
નવી દિલ્હીઃ નવી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓના નેટવર્ક પર એપ્રિલમાં સૌથી ઝડપી 4જી ડાઉનલોડ સ્પીડ નોંધવામાં આવી છે. ભારતીય ટેલીકોમ વિનિયામક પ્રાધિકરણ (TRAI)ના તાજા અહેવાલ અનુસાર, આ અત્યાર સુધીની સૌથી ઝડપી 19.12 મેગાબાઈટ પ્રતિ સેકન્ડ રહી છે. TRAI પોતાની માઈસ્પીડ એપની મદદથી ડાઉનલોડ સ્પીડના ડેટા સંગ્રહ કરે છે અને તેનું આકલન કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -