સરકારનો નવો ફતવો, IT રિટર્ન ફાઈલ કરવા અને પાન કાર્ડ માટે જરૂરી હશે આ ડોક્યુમેન્ટ...
હાલમાં જ આઈટી વિભાગે ટેક્સ ચુકવવા માટે મોબાઇલ એપની જાહેરાત કરી હતી. નવી દરખાસ્તને લઇને ચર્ચા વિચારણા શરૃ થઇ ચુકી છે. સરકારે આધાર કાર્ડને ઇન્કમ ટેક્સ રિટર્ન માટે ફરજિયાત કરવા તૈયારી કરી છે. હાલમાં જ આઈટી વિભાગે અન્ય કેટલીક પહેલ પણ કરી હતી. હજુ સુધી ૧૧૧ કરોડ આધાર નંબર જારી કરવામાં આવી ચુક્યા છે. આધાર નંબર હવે નવી નવી યોજનાઓના લાભ લેવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં સંતોષ ગંગવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આધારના ઇકેવાયસી સુવિધાનો ઉપયોગ કરીને વાસ્તવિક આધાર પર પેન જારી કરવા વિચારણા કરવામાં આવશે. આ દરખાસ્ત વિચારણાના પ્રથમ તબક્કામાં છે.
નવા સીમ કાર્ડ મેળવવા માટે, બેંક ખાતા ખોલવા માટે, સબસિડી ટ્રાન્સફર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આધાર સંલગ્ન પેમેન્ટ સિસ્ટમ હેઠળ ડિજિટલ પેમેન્ટ માટે પણ તેની વિચારણા થઇ રહી છે. સરકારના અંદાજ મુજબ દર વર્ષે ૨.૫ કરોડ લોકો હાલમાં પેન કાર્ડ માટે અરજી કરી રહ્યા છે. દેશમાં ૨૫ કરોડથી વધુ પેન કાર્ડ ધારકો છે.
સૂત્રોએ જોકે, કહ્યું છે કે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરવા માટે જ આધાર પૂરતું છે. નાણામંત્રી અરુણ જેટલીએ સંસદમાં કહ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આધાર નંબર આઈટી રિટર્ન માટે મરજિયાત હતો. આ સાથે હવે આધાર મોટાભાગે તમામ સર્વિસ માટે ફરજિયા થઈ ગયું છે. તાજેતરમાં જ સરકારે મધ્યાહ્ન ભોજન માટે પણ સ્કૂલોમાં આધાર નંબર ફરજિયાત બનાવ્યો હતો. જોકે, ભારે ઉહાપોહને પગલે તે રદ કરી દેવાયો હતો.
નવી દિલ્હીઃ 1 જુલાઈથી ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા અને નવું પાન કાર્ડ બનાવવા માટે આધાર જરૂરી હશે. તેના વગર ન તો તમે આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકશો અને ન તો પાન નંબર માટે અરજી કરી શકશો. ફાઈનાન્સ બિલમાં સુધારા મારફતે સરકારે આ નિયમ બનાવ્યો છે. હાલમાં સંસદમાં તેની પર ચર્ચા ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -