મર્જર બાદ SBI બંધ કરશે સહયોગી બેંકોના 47 ટકા કાર્યાલય, 3 બેંકોની હેડ ઓફિસ પણ થશે ખત્મ
નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પાંચ સહયોગી બેંકોને મર્જર કર્યા બાદ તેની અંદાજે 47 ટકા બ્રાન્ચ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચ સહયોગી બેંકોનું મર્જર 1 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈએ આ ઉપરાંત ત્રણ બેંકની હેડ ઓફિસ પણ ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. એસબીઆઈના એમડી દિનેશકુમાર ખારાએ મંગળવારે માહિતી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે સહયોગી બેંકોની પાંચ હેડ ઓફિસમાંથી માત્ર બે રહેશે. બાકી ત્રણ બેંકોની હેડ ઓફિસ, 27 ઝોનલ ઓફિસ, 81 રિજનલ ઓફિસ અને 11 નેટવર્ક ઓફિસને બંધ કરાશે. તેની પ્રક્રિયા 24 એપ્રિલથી શરૂ થશે. એસબીઆઈમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદનું મર્જર થશે. તે ઉપરાંત ભારતીય મહિલા બેંકનું પણ એસબીઆઈમાં વિલીનીકરણ થશે. કેન્દ્રીય કેબિનેટમાં ગત અઠવાડિયે તેને લીલી ઝંડી આપવામાં આવી હતી.
હાલમાં એસબીઆઈની દેશભરમાં 550 સહયોગી બેંકોની 259 ઓફિસ છે. મર્જર પછી નિયંત્રણ ઓફિસની સંખ્યા 687 કરવાનું લક્ષ્ય છે. આથી 122 ઓફિસ બંધ થશે. ખારાએ જણાવ્યા અનુસાર એક ક્ષેત્રમાં બે-બે ઓફિસને ખતમ કરવા અને કંટ્રોલિંગ સ્ટ્રક્ચરમાં પુનરાવર્તન રોકવા પગલું લેવાયું છે.
ઓફિસો બંધ કરવાના નિર્ણયથી 1107 કર્મચારીને અસર પડવાની શક્યતા છે. મોટાભાગના કસ્ટમર ઈન્ટરફેસ ઓપરેશનમાં લગાવી દેવાશે. દરેક રિજનલ ઓફિસમાં 5-7 લોકો અને દરેક ઝોનલ ઓફિસમાં 20નો સ્ટાફ છે. એક રિજનલ ઓફિસ 30-40 બેંક શાખાને નિયંત્રિત કરે છે જ્યારે 4-5 રિજનલ ઓફિસનું નિયંત્રણ એક ઝોનલ ઓફિસ કરે છે.
હાલમાં અંદાજે 30.72 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક છે. ડિસેમ્બર 2015માં તેને વૈશ્વિક રેન્કિંગમાં 64મુ સ્થાન મળ્યું હતું. મર્જર પછી તેની સંપત્તિ લગભગ 40 લાખ કરોડ રૂપિયા થશે અને દુનિયાની ટોપ-50 બેંકમાં આવશે. મર્જર પછી એસબીઆઈ દુનિયાની 45મી સૌથી મોટી બેંક બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -