એક્સપ્રેસ-મેલની ટિકિટ પર મળશે રાજધાની, શતાબ્દીમાં પ્રવાસ કરવાની તક, 1 એપ્રિલથી શરૂ થશે નવી યોજના
હાલમાં આ યોજના ઓનલાઈન ટિકિટપર જ ઉપલબ્ધ છે પરંતુ તેને કાઉન્ટર ટિકિટ માટે પણ શરૂ કરવામાં આવશે. યોજના અંતર્ગત ટ્રેનના વેઈટિંગ લિસ્ટ પ્રવાસીઓને તે જ રૂટ પર ચાલતી અન્ય ટ્રેનમાં કન્ફર્મ બર્થ આપવાનો વિકલ્પ આપવામાં આવશે. જો પ્રવાસી ટિકિટ બુક કરાવતા સમયે આ વિકલ્પ યોજનાને સિલેક્ટ કરશે તો તેને વૈકલ્પિક ટ્રેનમાં ઉલબ્ધ કરાવવામાં આવેલ કન્ફર્મ બર્થની યાદી તેને મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ આ યોજનાને પેસેન્ડર ફ્રેન્ડલી ગણાવતા કહ્યું કે, તેનાથી વેઇટિંગ ટિકિટ ધરાવનાર પ્રવાસીને તે જ રૂટ પર અન્ય વૈકલ્પિક ટ્રેનમાં કન્ફર્મ બર્થ મળી શકશે. હાલમાં રેલવે આ યોજનાને દિલ્હી-લખનઉ, દિલ્હી-જમ્મૂ કાશ્મીર અને દિલ્હી-મુંબઈ સહિત છ રૂટ પર પાયલોટ આધારે શરૂ કરશે.
આ યોજનાનું નામ વિકલ્પ છે, જેનો ઉદ્દેશ્ય તમામ મુખ્ય રસ્તા પર રાજધાની, શતાબ્દી, દુરંતો અને અન્ય સ્પેશ્યલ સર્વિસ જેવી સુવિધા ટ્રેનમાં ખાલી સાટીનો ઉપયોગ કરવાનો છે. રેલવે દર વર્ષે જુદા જુદા કારણો સર ગ્રાહકો દ્વારા કેન્સલ કરવામાં આવેલ ટિકિટ દ્વારા અંદાજે 7500 કરોડ રપિયાનું રિફંડ કરે છે.
રેલવે પહેલી એપ્રિલથી નવી યોજના શરૂ કરી રહ્યું છે. જેની હેઠળ ટિકિટો બુકિંગ કરતી વેળાએ વેઇટલિસ્ટેડ મુસાફરોએ વિકલ્પ પસંદ કર્યો હોય તો તેમને આગામી વૈકલ્પિક પ્રીમિયમ ટ્રેનોમાં કન્ફર્મ્ડ ટિકિટ મળી શકશે. આ યોજના હેઠળ મુસાફર પાસેથી કોઇ વધારાના ચાર્જિસ લેવામાં નહિ આવે અથવા ભાડાના અંતર તરીકે કોઇ રિફન્ડ પણ નહિ લેવાય.
નવી દિલ્હીઃ એક એપ્રિલથી પ્રવાસીઓને તેની મેલ અથવા એક્સપ્રેસ જેવી સામાન્ય ટ્રેન ટિકિટ પર રાજધાની અથવા શતાબ્દી જેવી લક્ઝરી ટ્રેનમાં પ્રવાસ કરવાની તક મળશે. મુસાફરે અન્ય મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોમાં એ જ સ્થળ માટે ટિકિટો બુક કરાવી લીધી હોય તો પણ તેને આ તક મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -