મોંઘવારીનો વધુ એક માર, પેટ્રોલ-ડીઝલ પછી હવે CNGમાં તોતિંગ ભાવ વધારો ઝીંકાયો
જાણકારોના જણાવ્યાનુસાર, એડમિનિસ્ટર્ડ પ્રાઈસ મિકેનિઝમથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક કંપનીઓને આપવામાં આવતા ગેસના પુરવઠાના ભાવમાં 10 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો હોવાથી ગેસના ભાવ વધારવાની ફરજ પડી છે. ઉપરાંત કેન્દ્ર સરકારની સંસ્થા પીએનજીઆરબીએ ગેસનો પુરવઠો પહોંચતો કરવા માટેના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં 28 ટકાનો તોતિંગ વધારો કરી દીધો છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત નબળો પડતા પણ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત ગેસે તેના પીએનજીના ભાવ ક્યુબિક મીટર દીઠ 21.95થી વધારીને 24.78 રૂપિયા કર્યા છે. અદાણી ગેસે પીએજીના ભાવ એએમબીટીયુ દીઠ 630થી વધારીને 669.30 રૂપિયા કર્યા છે.
અમદાવાદઃ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો સામનો કરી રહેલ પ્રજા પર હવે સીએનજી અને પાઈપ્ડ ગેસના ભાવ વધારાનો નવો બોજ ખડકી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ, સાબરમતી ગેસ અને ગુજરાત ગેસ એમ ત્રણેય કંપનીઓએ સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો કર્યો છે.
અદાણી ગેસે કિલોદીઠ સીએનજીના ભાવમાં 2 રૂપિયા વધારીને 54 રૂપિયા કર્યા છે. આ પહેલા અદાણી ગેસે જૂન 2018માં 1.1 રૂપિયાનો વધારો કર્યો હતો. જ્યારે ગુજરાત ગેસે એપ્રિલ પછી પ્રથમ વખત સીએનજીમાં કિલોદીઠ 3.95 રૂપિયાનો વધારો કરીને 54.70 રૂપિયા કર્યા છે. જ્યારે મહેસાણા અને સાબરકાંઠામાં સપ્લાઈ કરતી સાબરમતી ગેસે સીએનજીના કિલોદીઠ ભાવ વધારીને 54.90 રૂપિયા કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -