SBIએ ગ્રાહકનોને આપ્યો મોટો ઝટકો, હવે ATMમાંથી એક દિવસમાં માત્ર આટલી રકમ ઉપાડી શકાશે
આ મામલે બેંકમના એમડી પીકે ગુપ્તાએ કહ્યું કે, એટીએમમાંથી નાની રકમ ઉપાડવામાં આવે છે. 20 હજાર રૂપિયા મોટાભાગના ગ્રાહકો માટે પૂરતી છે. અમે નાની રકમના ઉપાડ પર થનારા ફ્રોડમાં ઘટાડાને લઈને પણ પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જે ગ્રાહકોને વધારે રકમ ઉપાડવી હોય તે ઉંચા વેરિયન્ટવાળું કાર્ડ લઈ શકે છે. આવા કાર્ડ એવા ગ્રાહકોને જારી કરવામાં આવે છે જે પોતાના બૈંક ખાતામાં મિનિમમ બેલેન્સથી વધારે રકમ રાખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક દિવસમાં એટીએમમાંથી ઉપાડવામાં આવતી રકમની મર્યાદામાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. 31 ઓક્ટોબરથી બેંકના ગ્રાહક એક દિવસમાં 20,000 રૂપિયાથી વધારે રકમ ઉપાડી નહીં શકે. હાલમાં આ મર્યાદા 40,000 રૂપિયા છે.
એસબીઆઈ શાખાઓને મોકલવામાં આવેલ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, બેંકોના એટીએમ ટ્રાન્ઝેક્શનમાં થનારી છેતરપિંડીની મળતી ફરિયાદને ધ્યાનમાં રાખીને ડીજીટલ કેશલેસ ટ્રાન્ઝેક્શન વધારવાના ઉદ્દેશથી રોકડ ઉપાડની મર્યાદા ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ક્લાસિક અને મેસ્ટ્રો પ્લેટફોર્મ પર જારી કરવામાં આવેલ ડેબિટ કાર્ડની ઉપાડ મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. રોકડ ઉપાડની મર્યાદામાં આ ઘટાડો તહેવાલ શરૂ થતાં પહેલા જ કરવામાં આવ્યો છે.
સરકાર ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ભાર મૂકી રહી છે તેમ છતાં રોકડની માગમાં ઘટાડો જોવા મળ્યો નથી. કેટલાક અનુમાન અનુસાર માર્કટેમાં નોટબંધી પહેલા જેટલી રોકટ હતી તેના કરતાં પણ વધારે રોકડ ફરી રહી છે. જ્યારે છેલ્લા થોડા વર્ષમાં એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં કાર્ડ ક્લોન કરી છેતરપિંડી કરે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -