મારુતિ લોન્ચ કરશે નવી વેગન આર, જાણો કેટલી આપશે માઇલેજ
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી આગામી વર્ષની શરૂઆતમાં તેની હેચબેક Wagon Rને ભારતીય માર્કેટમાં લોન્ચ કરશે. જેનો મુકાબલો હ્યુન્ડાઈની સેન્ટ્રો સાથે થશે. વેગન આરને અંતિમ વખત 2013માં અપડેટ કરવામાં આવી હતી. જે બાદ તેમાં આજદિન સુધી કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેગન આરમાં નવી ડિઝાઇનની સાથે નવા અપડેટ્સ આપવામાં આવશે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે નવી વેગન આરમાં હીયરટેક્સ પ્લેટફોર્મ નહીં આપવામાં આવે. હાલ કંપની તરફથી કારના ફીચર્સને લઇ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
નવી કારમાં HEARTECT પ્લેટફોર્મ આપવામાં નહીં આવે. જેના કારણે તેની માઇલેજ વર્તમાન વેગન આરની જેમ 20kmplની આસપાસ જ રહેશે. નવી કાર લોન્ચ થતાં તેનો મુકાબલો હ્યુન્ડાઇ સેન્ટ્રો, રેનો ક્વિડ, ટાટા ટિયાગો, ડેટસન ગો સાથે થશે.
અહેવાલ મુજબ નવી કારની ડિઝાઇનમાં અનેક બદલાવ જોવા મળશે. કારમાં Alto K10 મોડલ આપવામાં આવતું 1.0-લીટર 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. આ એન્જિન 67bhpનો પાવર અને 90Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ મેન્યુઅળ કે 5 સ્પીડ એજીએસ ટ્રાન્સમિશનના બે ઓપ્શન હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -