પાવર પ્લાન્ટ્સ ધરાવતી 34 કંપનીઓ પર 1.74 લાખ કરોડ રૂપિયાનું દેવુ, અદાણી, એસ્સાર, જેપી યાદીમા સામેલ
જીએમઆર એનર્જી પાસેથી સરકારે 2905 કરોડ રૂપિયા અને રાયખેડા પ્રોજેક્ટ પાસેથી 8173.9 કરોડ રૂપિયા તેમજ કામાલ્ગાના પાસેથી 4100 કરોડ રૂપિયા લેવાના બાકી છે.
એવી જ રીતે એસ્સાર મહાન પાસેથી તેના તોરી પ્રોજેક્ટ પેટે 5951 કરોડ રૂપિયા બાકી છે. તોરી પ્રોજેક્ટ તરફથી 3112 કરોડ રૂપિયા લેવાના બાકી છે જ્યારે જેપીના બારા પ્રોજેક્ટના 11493.5 કરોડ રૂપિયા બાકી થે, નિગરીના રૂપિયા 6211 કરોડ તો બીનાની પાસેથી 2253 કરોડ રૂપિયા લેવાના બાકી છે.
અદાણી જુથની કંપની કોરબા વેસ્ટ પર 3099 કરોડ રૂપિયાનું દેવુ છે જ્યારે તિરોરા પ્રોજેક્ટ, મહારાષ્ટ્ર પર કુલ 11665 કરોડ રૂપિયા બાકી છે.
સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 40 ગીગાવોટ કરતાં વધારે ક્ષમતા ધરાવતા વીજળી મથકો જેમના પર દેવું છે તેવી 34 કંપનીઓ છે જેમાં અદાણી, એસ્સાર જેવી કંપનીનો પણ સમાવેશ થાય છે. આ કંપનીઓ પર જુન 2017માં સુધી કુલ 1.74 લાખ કરોડ રૂપિયાનું દેવુ છે.
નવી દિલ્હીઃ દેશમાં પાવર કંપનીઓ પર કુલ 1.74 લાખ કરોડ રૂપિયાનું દેવુ છે. જે કંપનીઓ પર દેવુ છે તે કંપનીઓની યાદીમાં અદાણી, એસ્સાર જેપી અને લેંકોનો સમાવેશ થાય છે. આ માહિતી ગુરુવારે સંસદમાં આપવામાં આવી છે.