TATAની આ કાર્સ પર મળી રહ્યું છે 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
આ જ રીતે યુવાનો અને કોર્પોરેટમાં ખૂબ પોપ્યુલર રહેલી સફારી સ્ટૉર્મ પર કંપની 80 હજારનું ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જણાવી દઈએ કે, આ ડિસ્કાઉન્ટ સાથે કંપનીની કેટલીક શરતો પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત તાતા ઝેસ્ટ પર કંપની 65 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 10 હજાર રૂપિયાનું એક્સ્ટ્રા એક્સચેન્જ બોનસ આપી રહી છે.
4.71 લાખની કિંમત ધરાવતી તાતા ટિગોર પર કંપની 32 હજારના ડિસ્કાઉન્ટની સાથે 10 હજારનું વધારાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે.
આ ઉપરાંત બજેટ કાર તાતા ટિયાગો પર પણ કંપની 28 હજારનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. કારની હાલની એક્સ શો રૂમ કિંમત 3.26 લાખ રૂપિયા છે.
તાતા હેક્સા પર 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અને 15 હજાર રૂપિયા સુધીની વધારાની એક્સચેન્જ ઑફર આપવામાં આવી રહી છે. હેક્સાની હાલમાં એક્સ શો રૂમ કિંમત 11.85 લાખ રૂપિયા છે.
કંપનીએ ‘મેક્સિમમ માર્ચ એક્સચેન્જ’ બોનસ ઑફર રજૂ કરી છે. 6થી 11 માર્ચ સુધી ચાલનારી આ ઑફરમાં કંપની 2018ના મોડલ્સ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઑફર અંતર્ગત કંપની હેક્સા, ટિયાગો, ટિગોર, જેસ્ટ અને સફારી સ્ટૉર્મ પર છૂટ આપી રહી છે.
નવી દિલ્હીઃ જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારી તક છે. અનેક વાહન નિર્માતા કંપનીઓ પોતાના વાહનો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ જ ક્રમમાં ટાટા મોટર્સ પણ પોતાની અનેક કાર્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની અંદાજે 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેની સાથે જ કંપની 1 રૂપિયામાં ઇન્શ્યોરન્સ, સ્ક્રેચ એન્ડ વિન અને વધારાના એક્સચેન્જ બોનસની પણ ઓફર આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -