માલ્યાની 600 કરોડની યૉટ થઈ જપ્ત, જાણો કેવી છે તેમાં સુવિધા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડનઃ ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ફટકો પડ્યો છે. તેની લક્ઝરી સુપર યોટ ઈન્ડિયન એમ્પ્રેસ માલ્ટામાં જપ્ત કરવામાં આવી છે. માલ્યા પર યૉટના કર્મચારીઓને ચાર મહિનાનો પગાર પણ નહીં આપ્યાનો આરોપ છે. માલ્યાએ કર્મચારીઓને આશરે 6.5 કરોડ રૂપિયા ચૂકવવાના થતાં હતા પરંતુ તેમાંથી માત્ર 4 કરોડની જ ચૂકવણી કરી હતી. બાકીની રકમ માટે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભમાં તંત્ર દ્વારા આ યૉટ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
યૉટમાં અત્યાધુનિક જિમ, સ્ટીમ રૂમ ઉપરાંત એક ડઝનથી વધારે લક્ઝરી કેબિનો પણ છે.
યૉટ પર 40 ક્રૂ મેમ્બરનો સ્ટાફ તહેનાત છે. જેમને માલ્યા પાસેથી 4 લાખથી લઈ 60 લાખ રૂપિયા સુધીનું લેણું નીકળે છે.
યૉટમાં 15 સીટનું સિનેમાઘર, એલ્ટન જોનનો બેબી ગ્રાન્ડ પિયાનો પણ છે.
2015માં યૉટના સમારકામમાં માલ્યાએ 45 કરોડનો ખર્ચ કર્યો હતો.
માલ્યાએ વર્ષ 2006માં 600 કરોડ રૂપિયામાં આ વૈભવી યૉટ ખરીદી હતી.
આ યૉટ 95 મીટર લાંબી છે. જેની ગણના લકઝરી યૉટમાં થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -