બિન્ની બંસલના રાજીનામા બાદ Myntraના CEO, CFOએ પણ આપ્યા રાજીનામા
કંપનીએ કહ્યું કે બિન્ની સ્થાપનાથી લઈને અત્યાર સુધી કંપનીનો મુખ્ય હિસ્સો રહ્યા છે. બિન્ની બંસલનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે તેની સામે પર્સનલ મિસકંડક્ટ કરવાના આરોપમાં તપાસ ચાલી રહી છે. વોલમાર્ટ આ નિર્ણયને લઈને કહ્યું તેમનો આ નિર્ણય તે તપાસ બાદ સામે આવ્યો છે, જે ફિલ્પકાર્ટ અને વોલમાર્ટે મળીને કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે મંગળવારે ઓનલાઈન રિટેલર કંપની ફિલ્પકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દિધુ છે. કંપનીએ એક નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી હતી. કંપનીએ કહ્યું તેમનું રાજીનામું તાત્કાલિક પ્રભાવથી સ્વીકારી લેવામાં આવ્યું છે.
એક રિપોર્ટ્સ મુજબ બંસલે જે દિવસે રાજીનામું આપ્યું, તે દિવસથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે નારાયણ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનિય છે કે બિન્ની બંસલના રાજીનામા બાદ નારાયણને ફિલ્પકાર્ટના સીઈઓ કલ્યાણ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરવાનો હોય છે. ઈન્ડસ્ટ્રીની અંદરના લોકોનું માનવું છે કે બંને વચ્ચે સારા સંબંધો નથી.
નવી દિલ્હી: ફિલ્પકાર્ટના સહ-સંસ્થાપક બિન્ની બંસલે કંપનીના ગ્રુપ સીઈઓ તરીકે રાજીનામુ આપ્યા બાદ મિંત્રામાં પણ ગતીવિધિઓ તેજ બની છે. મિંત્રાના સીઈઓ અનંત નારાયણ અને સીએફઓ દીપાંજન બાસુએ પણ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -