રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું નોટબંધીની જાણકારી ન હતી ખુદ નોટ બદલવા ભારત આવવું પડ્યું
તેમણે જણાવ્યું હતું કે માત્ર મેક ઇન ઇન્ડિયા નહીં, પરંતુ મેક ફોર ઇન્ડિયા પણ હોવું જોઇએ. રૂ.ર,૦૦૦ની નોટ સરકાર ફરીથી બંધ કરશે? એમ પૂછતાં રઘુરામ રાજને જણાવ્યું હતું કે સતત નોટબંધી યોગ્ય નથી. તેનાથી પ્રજા દ્વિધામાં રહેશે કે તેમણે પોતાની પાસે કઇ નોટ રાખવી જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકાર તાજેતરમાં નાની સરકારી બેન્કોનો મોટી બેન્કોમાં વિલય પર કામ કરી રહી છે, પરંતુ રઘુરામ રાજનનું માનવું છે કે મોટી બેન્કો જ સારી સર્વિસ આપી શકે તેમ હું માનતો નથી. પોતાના પુસ્તક ‘આઇ ડુ વોટ આઇ ડુ’ના લોન્ચિંગ પર રઘુરામ રાજને જણાવ્યું હતું કે જીડીપીની વૃદ્ધિને બળવત્તર બનાવવા ભારતે ત્રણ મુખ્ય ક્ષેત્રો પાયાગત માળખું, વીજળી અને નિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.
પોતાના પુસ્તકના સંદર્ભમાં આયોજિત એક સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કયારેય નોટબંધીની તરફેણમાં ન હતા, કારણ કે તેમનું એવું માનવું હતું કે નોટબંધીનો તત્કાળ ખર્ચ દુરોગામી પર ભારે પડે છે. તેમણે એટલી હદે જણાવ્યું હતું કે જો મારા કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હોત તો હું રાજીનામું આપી દેત.
નવી દિલ્હીઃ નોટબંધીનો નિર્ણય કેટલો ગુપ્ત હતો તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નિવેદનથી લગાવી શકાય છે. પોતાના પુસ્તક સંદર્ભે ભારત આવેલ રઘુરામ રાજને એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે, નોટબંધીની જાણકારી તેમને પણ ન હીત અને ખુદ પોતે પણ પોતાની પાસે રાખેલ 500 અને 1000ની જૂની નોટ બદલવા માટે ભારત આવવું પડ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -