આ રીતે જાણો બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક થયું છે કે નહીં, આ છે સૌથી સરળ રીત
ઉલ્લેખનીય છે કે, અહીં તમને માત્ર એ જ બેંક ખાતા વિશે જાણકારી મળશે જેને તમે હાલમાં જ આધાર સાથે લિંક કરાવ્યું છે. જો તમારા એકથી વધારે બેંક ખાતા છે તો તમને બેંકમાંથી જ તેની જાણકારી લેવી પડશે. USSD સર્વિસનો લાભ તમે ત્યારે જ લઈ શકશો જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર સાથે રજિસ્ટર્ડ હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેબસાઈટ ઉપરાંત બેંક એકાઉન્ટ અને આધર લિન્કિંગનું સ્ટેટસ જાણવાની અન્ય એક રીત પણ છે. તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી *99*99*1# ડાયલ કરો. હવે 12 આંકડાનો તમારો આધાર નંબર નાંખો. એ સુનિશ્ચિત કરો કે તમે સાચો આધરા નંબર નાંખ્યો છે. કન્ફર્મેશન બાદ તે તમને જણાવશે કે બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક છે કે નહીં.
સૌથી પહેલા આધારની વેબસાઈટ www.uidai.gov.in પર જાવ. ત્યાં એક આધાર એન્ડ બેંક એકાઉન્ટ લિન્કિંગ સ્ટેટસ પર ક્લિક કરો. અહીં તમારો આધાર નંબર અને આપવામાં આવેલ સિક્યોરિટી કોડ નાંખો. હવે સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આવશે. OTP નાંખ્યા બાદ હવે લોગ ઇન બટન પર ક્લિક કરો. લોગન ઈન કર્યા બાદ અહીં તમને સ્પષ્ટ જોવા મળશે કે કઈ ક્યા બેંક એકાઉન્ટ્સ સાથે તમારું આધાર લિંક્ડ છે.
નવી દિલ્હીઃ સરકારે તમાં બેંકો સહિત તમામ નાણાંકીય સંસ્થાઓ માટે ફરજિયાત કર્યું છે કે તે એકાઉન્ટની સાથે તમામ ગ્રાહકોના આધાર કાર્ડને લિંક કરે અને વેરીફાઈ કરે. 1 જૂન 2017ના રોજ જારી નોટિફિકેશન અનુસાર 31 ડિસેમ્બર 2017 સુધી તમામ બેંક એકાઉન્ટને આધાર સાથે જોડવા ફરજિયાત છે. જે લોકોના ખાતા આધાર સાથે 31 ડિસેમ્બર, 2017 સુધી લિંક નહીં થાય તે પોતાના ખાતામાંથી કોઈપણ કામ નહીં કરી શકે. બની શકે કે તમે તમારું આધાર કાર્ડ બેંકમાં જમા કરાવી દીધું હોય પરંતુ કોઈ કારણસર તે બેંક એકાઉન્ટ સાથે લિંક ન થયું હોય. અમે તમને અહીં બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક થયું છે કે નહીં તે જાણવાની તેની સરળ રીત જણાવી રહ્યા છીએ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -