નવારાત્રીમાં હવાઈ યાત્રા દરમિયાન ખાવામાં મળસે નવરાત્રી ભોજન, એરલાઈન કંપનીએ કરી જાહેરાત
નવરાત્રી સાથે જોડાયેલ વ્યંજનમાં ઢોકળા, સાબુદાણાની ખીચડી, સાબુદાણા ટિક્કી, બટેટાનું શાક અને ફળ વગેરે મળશે, મિઠાઈમાં ગુલાબ જાંબુ, ખીર અથવા મખાના ડ્રાય ફ્રૂટ્સની ખીર હોઈ શકે છે. યાત્રી જો પ્રી બુકિંગમાં નવરાત્રી થાળીનું બુકિંગ કરાવ્યું હશે તો તે આ બુકિંગ કેન્સલ નહીં કરી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગો એર તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર આ ઓફર 21 સપ્ટેમ્બરથી લઈને 29 સપ્ટેમ્બર સુધી કંપનીની તમામ ઉડાનોમાં ઉપલબ્ધ રહશે તેના માટે પ્રી બુકિંગ કરાવવું પડશે. ખાવામાં નવરાત્રી સાથે જોડાયેલ બે વ્યંજન, એક ડિપ એક મીઠાઈ આપવામાં આવશે.
મુંબઈઃ નવરાત્રીના સમયે જો તમે હવાઈ સફર પર મળતા ખાવાથી દૂર રહો છો તો આ વખતે એવું કરવાની જરૂરત નહીં રહે. ઘરેલુ એરલાઈન્સ કંપની ગો એરે આ વખતે નવરાત્રી દરમિયાન પોતાના પ્રવાસીઓને હવાઈ યાત્રા દરમિયાન નવરાત્રી થાળી પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. તેના માટે તમારે ગો એરની ટિકિટ બુક કરાવતા સમયે નવરાત્રી થાળીની પસંદગી કરવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -