✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

EPFO પછી હવે PPF અને NSCના વ્યાજ દરમાં પણ થશે ઘટાડો, જાણો કેટલું વ્યાજ મળશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Dec 2016 08:11 AM (IST)
1

સરકાર આ ફોર્મ્યુલાને અનુસરે તો જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં PPFનો વ્યાજદર લગભગ ૭ ટકા થઈ શકે. જોકે, વિશ્લેષકોના મત અનુસાર ડિમોનેટાઇઝેશન પછીની સ્થિતિને કારણે સરકાર નાની બચતના દરમાં કદાચ આટલો મોટો ઘટાડો ન પણ કરે. ઇન્વેસ્ટમેન્ટ અને ટેક્સ એક્સ્પર્ટનું કહેવું છે કે, સરકારે ઘણા સમયથી ગોપીનાથ ફોર્મ્યુલાનો અમલ બંધ કર્યો છે. એટલે PPFના દરમાં ૦.૨૦-૦.૨૫ ટકાનો ઘટાડો થઈ શકે. PPFના દરમાં ઘટાડો થશે તો પણ તે બેન્ક ડિપોઝિટ અને કોર્પોરેટ FD કરતાં વધુ વળતર આપશે.

2

ગોપીનાથ પેનલની ફોર્મ્યુલામાં નાની બચતના વ્યાજદરને સરકારી બોન્ડ યીલ્ડ સાથે જોડવામાં આવ્યા છે. ફોર્મ્યુલામાં PPFનો વ્યાજદર સરકારના ૧૦ વર્ષની મુદતના બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ કરતાં થોડો વધુ રાખવાની ભલામણ કરાઈ છે. તેના આધારે ગણતરી કરીએ તો, છેલ્લા ત્રણ મહિનામાં ૧૦ વર્ષના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ ઘટીને ૬.૫ ટકા થઈ છે અને સૂચિત ગાળામાં ૭ ટકાની નીચે રહી છે.

3

નવી દિલ્હીઃ નોટબંધી બાદ સરકારે હાલમાં જ પીએફના વ્યાજ દરમાં ઘટાડો કરીને નોકરિયાત વર્ગને મોટો ઝાટકો આપ્યો હતો. પીએફ બાદ હવે સામાન્ય લોકોની બચતને મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે સરકાર. EPFOમાં ઘટાડા પછી હવે PPF અને અન્ય સ્મોલ સેવિંગ્સ સ્કિમ્સમાં વધુ એક ઘટાડાની શક્યતા છે. સરકાર ગોપીનાથ પેનલની ફોર્મ્યુલાને અનુસરશે તો PPFનો વ્યાજદર લગભગ એક ટકો ઘટીને સાત ટકા થવાની શક્યતા છે.

4

બેન્કોએ FDના દર ઘટાડીને ૭-૭.૫ ટકા કર્યા છે અને તેનું વ્યાજ સંપૂર્ણ કરપાત્ર છે. એટલે ૩૦ ટકા ટેક્સ બ્રેકેટમાં સામેલ વ્યક્તિનું ટેક્સ પછીનું ‌વળતર માત્ર ૪.૯-૫.૨૫ ટકા થાય. રોકાણકારો માટે ટેક્સ-ફ્રી સૌથી સારું ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ૮૦સી હેઠળ ટેક્સની બચત માટે રોકાણ નહીં કરનારે પણ PPFમાં દર વર્ષે મહત્તમ ૧.૫ લાખનું રોકાણ કરવું જોઈએ. જોકે, વ્યાજદર ઘટશે તો પાંચ વર્ષની મુદતના NSC સહિત કેટલાક સ્મોલ સેવિંગ્સ વિકલ્પોનું આકર્ષણ ઘટવાની શક્યતા છે.

  • હોમ
  • બિઝનેસ
  • EPFO પછી હવે PPF અને NSCના વ્યાજ દરમાં પણ થશે ઘટાડો, જાણો કેટલું વ્યાજ મળશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.