1લી જુલાઈથી સસ્તી થઈ જશે આટલી વસ્તુ, લાગુ થશે GST
એસિ વગરના રેસ્ટોરાંમાં ભોજન કરવું સસ્તું પડશે. હાલમાં કોઈ સર્વિસ ટેક્સ નથી લાગતો પરંતુ 12.5 ટકા વેટ લાગે છે. હવે 12 ટકાના દરે જીએસટી લાગશે. ઉપરાંત બ્રાન્ડેડ વસ્તુ સસ્તી પડશે. જેના પર 18 ટકા ટેક્સ લાગશે. હાલમાં તેના પર 23-24 ટકા ટેક્સ લાગે છે. હોટલમાં રહેવાનું પણ સસ્તું પડશે. તેના પર 18 ટકા ટેક્સ લાગશે. જ્યારે 5000 રૂપિયાથી ઉપરના ટેરીફ પર 28 ટકા ટેક્સ લાગશે. જ્યારે જે હોટલનું ભાડું 1000થી નીચે હશે તેના પર કોઈ ટેક્સ નહીં લાગે. હાલમાં હોટલ પર 22 ટકા ટેક્સ લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્લીપર ટ્રેનની ટિકિટ સસ્તી થશે. ટ્રાન્સપોર્ટેશનને જીએસટીમાં 5 ટકા રાખવામાં આવ્યા છે. ટ્રેનના જનરલ ડબ્બા, સ્લીપર અને જનરલ બસમાં પ્રવાસ કરવા પર કોઈ ટેક્સ નહીં લાગે. પરંતુ એસી ટ્રેન અથવા એસી બસમાં પ્રવાસ કરવા પર 5 ટકા ટેક્સ લાગશે.
એપ બેસ્ડ ટેક્સી સર્વિસ સસ્તી પડશે. ઓલા અને ઉબેર જેવી ટેક્સિનું બુકિંગ કરાવવું હવે સસ્તું પડશે. જીએસટીમાં એપ ટેક્સીમાં પાંચ ટકાનો ટેક્સ રાખવામાં આવ્યો છે. હાલમાં તેના પર 6 ટકા ટેક્સ લાગે છે.
ફિલ્મ જોવાનું પડશે. સસ્તું. 100 રૂપિયાથી ઓછી કિંમતની ટિકિટ પર જીએસટીમાં 18 ટકા ટેક્સ લાગશે. જ્યારે 100 રૂપિયાથી વધારે રકમની ટિકિટ પર 28 ટકા ટેક્સ લાગશે.
જીએસટીથી બાઈકની કિંમતમાં થોડો ઘટાડો થઈ શકે છે. બાઈક પર ટેક્સ ઘટીને 28 ટકા રહી જશે. વીમાનમાં ઈકોનોમી ક્લાસમાં પ્રવાસ સસ્તો પડશે. ઇકોનોમીટ ક્લાસ માટે 5 ટકા ટેક્સ લાગશે જ્યારે બિઝનેસ ક્લાસ માટે 9થી વધીને 12 ટકા ટેક્સ લાગશે.
રસોડાનો સામાનઃ સરકારનો દાવો છે કે જીએસટીથી રસોડા અને રોજીંદા જીવનમાં ઉપયોગ થનાર 81 ટકા સામાન પર ટેક્સનો રેટ 18 ટકા અથવા તેનાથી ઓછો હશે. તેમાંથી અનેક સામાન સસ્તો થશે. મીટ, દૂ, શાકભાજી, મધ, ગોળ, પાપડ, બ્રેડ, લસ્સી, નોન બ્રાન્ડેડ પનીર, લોટ, મેંદો, બેસણ, દાળ, શાકભાજી, અનાજ પર કોઈ ટેક્સ નહીં લાગે. જ્યારે સાબુ, હેર ઓઈલ સસ્તા થશે.
ઘરની કિંમત ઘટશે. સરકારનું કહેવું છે કે ઇન્ડર કન્સ્ટ્રક્શન ફ્લેટની કિંમત ઘટશે. જીએસટીમાં 12 ટકાટેક્સ લાગશે પરંતુ ઇનપુટ ક્રેડિટ ટેક્સમાં છૂટ મળશે. એટલે કે બિલ્ડરને સરકાર તરફથી જે છૂટ મળશે તેનો લાભ ગ્રાહકને મળશે.
જીએસટીનો મતલબ એ નખી તે દરેક વસ્તુ પર ટેક્સનો રેટ એક હશે. જીએસટી કાઉન્સિલે અલગ અલગ સામાન પર અલગ અલગ રેટ નક્કી કર્યા છે. જે ચાર સ્લેબમાં, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. જીએસટી લાગુ થવાથી એક જુલાઈથી કેટલોક સામાન સસ્તો થશે અને કેટલોક મોંઘો. સરકાર રોજ જાહેરાત આપીને દેશને જાણકારી આપી રહી છે કે ક્યા સામાન પર કેટલો જીએસટી એટલે કે ટેક્સ લાગશે. આગળ વાંચો શું સસ્તું થશે.
નવી દિલ્હીઃ એક જુલાઈથી GST જીવનનો એક મહત્ત્વનો ભાગ બની જશે. રસોડાથી લઈને હરવા ફરવા, મોબાઈલ ખરીદવાથી લઈને મોબાઇલ બિલ ભરવા સુધી તમામ વસ્તુ પર કર જીએસટી અનુસાર નક્કી થશે. અમે તમને અહીં જીએસટીથી કઈ કઈ વસ્તુ સસ્તી મળશે તેના વિશે જણાવીએ છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -