GST બાદ આટલી વસ્તુ થઈ જશે મોંઘી
સર્વિસ ટેક્સમ 15 ટકા હતો તે 18 ટકા થતા. સ્કૂલ ફી, કૂરિયર સર્વિસ, બેન્કિંગ ચાર્જ, વાઈ ફાઈ, ડીટુએચ સર્વિસ મોંઘી થશે. પ્લેનમાં બિઝનેસ ક્લાસની ટિકિટ પણ મોંઘી થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએસી, ટેલિવીઝ અને વોશિંગ મશીન માટે પણ વધારે કિંમત ચૂકવવી પડશે. શેંપુ, ડીઓડરન્ટ મોંઘા થશે. મેટલ્સ, માઈનિંગ અને સિમેન્ટ મોંઘા થશે. તમ્બાકુ, લક્ઝરી આઈટમ મોંઘી થશે.
ઓટોઃ નાની કારની કિંમતમાં થોડો વધારો થશે કારણ કે તેના પર હવેથી 28 ટકા જીએસટી લાગશે. ચા, કોફી, મસાલાની કિંમતમાં પણ વધારો થશે. તેના પર હાલમાં 3-4 ટકા ટેક્સ છે જે હવે વધીને 5 ટકા થઈ જશે. જુગાર અને કસિનો કે લોટરીમાંથી મેળવેલી રકમ માટે હવે 28 ટકાના દરે ટેક્સ આપવો પડશે.
સોનું- જીએસટી લાગુ થયા બાદ સોનું મોંઘું થઈ જશે. હાલમાં સોના પર 1 ટકા એક્સાઈઝ ડ્યૂટી અને 1 ટકા વેટ લાગે છે. જે જીએસટી બાદ 3 ટકા ટેક્સ લાગશે.
ટૂર પેકેજઃ જીએસટી લાગુ થવાથી હરવા ફરવાનું મોંઘુ થઈ જશે. જીએસટીમાં ટૂર એન્ડ ટ્રાવેલ પર હાલમાં 15 ટકા સર્વિસ ટેક્સ લાગે છે જે હવે 18 ટકા લાગશે. આમ 10 હજારના ટૂર પેકેજ પર 1500 રૂપિયા પહેલા ટેક્સ લાગતો હતો તે હવે 1800 રૂપિયા લાગશે.
ઇન્સ્યોરન્સઃ વીમા પોલિસી એક જુલાઈથી મોંઘી થઈ જશે. વીમા પર હાલમાં સર્વિસ ટેક્સ 15 ટકા લાગે છે જે 1 જુલાઈથી 18 ટકા થઈ જશે. આમ જો તમે 15 હજારનો વીમો કરાવો છો તો પહેલા 2250 ટેક્સ લાગતો હતો. જે 1 જુલાઈથી 2700 રૂપિયા ચૂકવાવ પડશે.
ક્રેડિટ કાર્ડ પેમેન્ટઃ સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે પરંતુ જીએસટીના સમયમાં ક્રેડિટા કાર્ડનું પેમેન્ટ મોંઘું થશે. હાલમાં ક્રેડિટ કાર્ડ પર 15 ટકા સર્વિસ ટેક્સ લાગે છે જે 1 જુલાઈથી 18 ટકા જીએસટી લાગશે.
મોબાઈલ બિલઃ શરૂઆતમાં મોબાઈલ બિલ મોંઘું થશે. હાલમાં તેના પર 15 ટકા સર્વિસ ટેક્સ લાગે છે જે 1 જુલાઈથી 18 ટકા જીએસટી લાગસે. જોકે સરકારે ટોલિકોમ કંપનીઓને પોતાના ખર્ચનું ફરીથી આકલન કરવા કહ્યું છે. સરકાર કહે છે કે, ટેલિકોમ કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે, માટે ખર્ચ ઘટશે અને જીએસટીના રેટ ઉંચા હોવા છતાં મોબાઈલ બિલ નહીં વધે.
મોબાઈલ ફોનઃ મોબાઈલ ફોન કેટલાક રાજ્યોમાં સસ્તા તો કેટલાક રાજ્યોમાં મોંઘા થશે. મોબાઈલ પર 12 ટકા જીએસટી રેટ નક્કી થયો છે. જેથી જે રાજ્યોમાં વેટનો દર 14 ટકા હતો ત્યાંના લોકો માટે ફોન સસ્તા થશે અને જે રાજ્યોમાં વેટનો દર 5 ટકા હતો ત્યાં મોબાઈલ ફોન મોંઘા થશે.
નવી દિલ્હીઃ એક જુલાઈથી GST જીવનનો એક મહત્ત્વનો ભાગ બની જશે. રસોડાથી લઈને હરવા ફરવા, મોબાઈલ ખરીદવાથી લઈને મોબાઇલ બિલ ભરવા સુધી તમામ વસ્તુ પર કર જીએસટી અનુસાર નક્કી થશે. અમે તમને અહીં જીએસટીથી કઈ કઈ વસ્તુ મોંઘી થશે તેના વિશે જણાવીએ છીએ.
જીએસટીનો મતલબ એ નખી તે દરેક વસ્તુ પર ટેક્સનો રેટ એક હશે. જીએસટી કાઉન્સિલે અલગ અલગ સામાન પર અલગ અલગ રેટ નક્કી કર્યા છે. જે ચાર સ્લેબમાં, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા. જીએસટી લાગુ થવાથી એક જુલાઈથી કેટલોક સામાન સસ્તો થશે અને કેટલોક મોંઘો. સરકાર રોજ જાહેરાત આપીને દેશને જાણકારી આપી રહી છે કે ક્યા સામાન પર કેટલો જીએસટી એટલે કે ટેક્સ લાગશે. આગળ વાંચો શું મોંઘું થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -