Jioની પ્રાઈમ ઓફરને ટક્કર આપવા Airtel લોન્ચ કરશે આ નવો પ્લાન, 145 રૂપિયામાં મળશે 14 GB ઇન્ટરનેટ ડેટા અને અનલિમિટેડ કોલિંગ
રિલાયન્સ જિયો ઇન્ફોકોમે હાલમાં જ નવી પ્રાઈમ ઓફર રજૂ કરી છે. જેમાં 1 એપ્રિલથી 303 રૂપિયાના માસિક ભાડામાં અનલિમિટેડ વોયસ કોલની સાથે અંદાજે 30 જીબીનો ડેટા મળશે. જિયોની આ ઓફરથી ફરી એક વખત ટેલિકોમ ઉદ્યોગમાં પ્રાઈસ વોર જામ્યું છે. એવું કહેવાય છે કે, દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની ભારતી એરટેલ જિયોની જેમ જ રોમિંગ ફ્રી કર્યા બાદ હવે ડેટા અને અનલિમિટેડ કોલિંગવાળો નવો પ્લાન પણ લાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર 145 રૂપિયાવાળા પેકમાં ઓન-નેટ કોલ (પોતાના નેટવર્ક પર) અનલિમિટેડ હશે, જ્યારે 349 રૂપિયાવાળા પેકમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. આ પ્લાનમાં 500 એમબી પ્રતિ દિવસ ડેટા લિમિટ હશે. ભારતી એરટેલનો નવો પ્લાન ગ્રાહકોને એટલો જ ડેટાનો ઉપયોગ કરવાપર હાલના ચાર્જના પ્રમાણમાં 70-80 ટકા ડિસ્કાઉન્ટ આપશે.
નવી દિલ્હીઃ ટેલીકોમ સેક્ટરમાં પ્રાઈસ વોર ચરમસીમાએ પહોંચ્યું છે. કહેવાય છે કે, રિલાયન્સ જિયોની ટક્કરમાં ભારતી એરટેલે એક શાનદાર પ્લાન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તે અંતર્ગત ગ્રાહકોને 145 રૂપિયાવાળા પેકમાં ઓન નેટ કોલ (પોતાના નેટવર્ક પર) અનલિમિટેડ હશે જ્યારે 349 રૂપિયાવાળા પેકમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. સાથે જ નવા પ્લાનમાં ગ્રાહકોને 14 જીબી ઇન્ટરનેટ ડેટા પણ મળશે. જોકે, કંપની તરફથી હાલમાં આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અંગ્રેજી સમાચારપત્ર દ્વારા પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું ચે કે, એરટેલ ટૂંકમાં જ બે નવા પ્લાન લોન્ચ કરી શકે છે. 145 રૂપિયા અને 349 રૂપિયાવાળા નવા પ્લાન લોન્ચ કરવાની તૈયારીમાં છે. બન્ને પેકમાં એક મહિના માટે 14 જીબીનો 3G/4G ડેટા મળશે અને સાથે જ અનલિમિટેડ વોયસ કોલિંગ પણ મળશે.
થોડા સમય પહેલા જ કંપનીએ 16 જીબી અને અનલિમિટેડ કોલિંગ પેક આપ્યા હતા જેની કિંમત 1199 રૂપિયા છે. તમને જણાવીએ કે, કંપનીએ સોમવારે જ રાષ્ટ્રીય રોમિંગ ચાર્જ ખત્મ કરવાની જાહેરાત કરી છે. ભારતી એરટેલના ગ્રાહકોને કહ્યું, એરટેલ ઉપભોક્તાઓને સમગ્ર ભારતમાં પ્રી અનકમિંગ કોલ્સ/એસએમએસ મળશે તથા આઉટગોઇંગ કોલ્સ પર પ્રીમિયમ ચાર્જ નહીં વસૂલે. એરટેલે કહ્યું કે, ગ્રાહકોને આ સેવા 1 એપ્રિલથી મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -