Air Indiaની ઓછા અંતરની ઘરેલુ ફ્લાઈટમાં નહીં મળે નોનવેજ, કંપનીએ આપ્યું આ કારણ
કરકસરના ભાગરૂપે લેવાના બીજા સૂચન પ્રમાણે પ્રવાસીઓને ફ્લાઈટમાં આપવામાં આવતા મેગેઝિન્સની સંખ્યા ઘટાડી દેવી જોઈએ. જો આમ થશે તો વિમાનનું વજન હળવું થશે અને ઈંધણ પાછળનો ખર્ચો પણ ઘટી જશે. એક કર્મચારીનું કહેવું છે કે આપણે દરેક ફ્લાઈટમાં મેગેઝિનની 25 જેટલી કોપીઓ જ રાખવી જોઈએ. વિદેશમાં પણ ઘણી એરલાઈન્સ્સ કરકસર માટેના અનેક પગલાં લેવા માંડી છે. મોટાં ભાગની એરલાઈન્સ્સને ફ્યુઅલનો ખર્ચો પરવડતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએર ઇન્ડિયામાં કરકસર કરવા માટે જે સૂચન છે એમાંથી એક છે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાંથી સલાડ (કચુંબર)ની બાદબાકી. કેબિન ક્રૂ ઈન ચાર્જે એવું સૂચન કર્યું છે કે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઈકોનોમી ક્લાસમાં સલાડનો બહુ વેડફાટ થતો હોય છે. કર્મચારીનું કહેવું છે કે એની ફ્લાઈટમાં માત્ર 20 ટકા પ્રવાસીઓ જ સલાડ ખાતા હોય છે એટલે સલાડ પીરસવાનું બંધ જ કરવું જોઈએ.
રાષ્ટ્રીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા હાલમાં ભારે આર્થિક નાણાંભીડમાંથી પસાર થઈ રહી છે. હાલમાં એરલાઇન્સ પર 52,000 કરોડ રૂપિયાનું દેવું છે. થોડા દિવસ પહેલાં ચર્ચા ચાલી હતી કે સરકાર એર ઇન્ડિયાને વેચીને તેનું ખાનગીકરણ કરી નાખવા માગે છે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે એરલાઈન્સનાં કર્મચારીઓએ મેનેજમેન્ટને કરકસર માટેનાં અમુક પગલાં સૂચવ્યાં છે જેમાંના કેટલાક બહુ હાસ્યાસ્પદ છે.
નવી દિલ્હીઃ ખર્ચ ઘટાડવા માટે એકબાજુ એરલાઈન્સ્સ કંપનીઓ અનેક નુસખાઓ અપનાવતી હોય છે ત્યારે સરકારી એરલાઈન્સ્સ એર ઇન્ડિયાએ પણ એક અનોખી પહેલ શરૂ કરી છે. તે અંતર્ગત કંપની ઓછા અંતરની ઘરેલુ ઉડાનોમાં ઇકોનોમી ક્લાસના પ્રવાસીઓને નોન-વેજ ભોજન ઉપલબ્ધ કરાવશે નહીં. આ પહેલા વિતેલા મહિને એરલાઈન્સ્સે નિર્ણય કર્યો હતો કે ફ્લાઈટમાં સલાડ પીરસવામાં આવશે નહીં. તેની સાથે જ કંપની ફ્લાઈટમાં આપવામાં આવતા સામયિકની સંખ્યામાં પણ ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -