Jio યૂઝર્સ માટે અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, હેક થયો 12 કરોડ યૂઝર્સનો ડેટા!
બીજી બાજુ રિલાયન્સ જિઓએ આ મામલે સત્તાવાર નિવેદનજારી કરીને કહ્યું કે, વેબસાઇટ પર જે જાણકારી આપવામાં આવે છે તે અસ્પષ્ટ અને ચકાસ્યાં વિનાની છે. અમે જિઓના તમામ ગ્રાહકોને જણાવવા માગીએ છીએ કે તેમની વ્યક્તિગત જાણકારી સુરક્ષિત છે. યૂઝર્સની જાણકારી માત્ર જરૂરી જણાય ત્યારે સંબંધિત અધિકારીઓ સાથે જ શેર કરવામાં આવે છે. જણાવીએ કે, magicapk.com વેબસાઈટ 18 મે, 2017ના રોજ godaddy.com પર રજિસ્ટર્ડ કરાવવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઈટના તંત્રી વરૂણ ક્રિશે અંગ્રેજી અખબારને જણાવ્યું કે, હું હેરાન થઈ ગયો જ્યારે વેબસાઈટ પર મેં મારી જાણકારી જોઈ. વેબસાઈટ પર અમારા અન્ય સહકર્મચારીઓની પણ જાણકારી હતી. જોકે એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે સાઇટ પર તમામ નંબર સાથે જોડાયેલ જાણકારી ઉપલબ્ધ હતી કે નહીં.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ યૂઝ્સ માટે એક ખરાબ સમચારા છે. ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા ઉલ્લંઘનનો કિસ્સો સમે આવ્યો છે. અહીં magicapk.com વેબસાઇટ દ્વારા રિલાયન્સ જિઓના તમામ ગ્રાહકોની વ્યક્તિગત જાણકારીને સાર્વજનિક કરવામાં આવી છે. રિલાયન્સ જિઓ (જેના ભારતમાં 12 કરોડથી વધારે યૂઝર્સ છે)એ કહ્યું કે, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, જે યૂઝર્સની જાણકારી સાઈટ પર આપવામાં આવી છે તે સ્પષ્ટ નથી.
વેબસાઈટના ખરાઈ અને સમર્થિત દાવાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે હવે આ વેબસાઈટ ખુલી નથી રહી. રિલાયન્સ જિઓના ડેટાબેસમાં થયેલ ખામી વિશે સૌથી પહેલા fonearena.comએ જણાવ્યું હતું. વેબસાઇટ અનુસાર અહીં માત્ર નંબલ નાંખવાથી તમામ જાણકારી મળી જતી હતી.
જણાવીએ કે સાઈટમાં એક સર્ચ બોક્સ આપવામાં આવ્યું હતું જેમાં જિઓનો કોઈપણ નંબર નાંખવાથી યૂઝર્સ સાથે જોડાયેલ જાણકારી સ્ક્રીન પર જોવા મળતી હતી. fonearena.comનું કહેવું છે કે, તેણે ત્રણ જિઓ નંબરની જાણકારી વેબસાઈટ પર સર્ચ કરી તો તેમાં આધાર અને ઈમેલ આઈડી દર્શાવતા હતા.
રવિવારે વેબસાઈટે magicapk.comએ લખ્યું કે, જિઓ યૂઝર્સની વધુ જાણકારી સાર્વજનિક કરવામાં આવશે. પરંતુ ત્યાર બાદથી વેબસાઈટ ઓફલાઈન થઈ ગઈ. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે સાઈટ ખુદ ઓફલાઈન થઈ છે અથવા સંબંધિત અધિકારીઓ દ્વારા તેને બંધ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -