Reliance Jioને ટક્કર આપવા Aircelએ રજૂ કર્યો 3 મહિનાનો અનલિમિટેડ પ્લાન, આ છે ઓફર
એરસેલ (યૂપી ઇસ્ટ સર્કલ)ના બિઝનેસ હેડ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે, કંપની દરેક પ્રકારના ગ્રાહકો માટે સારા પ્લાનનો લાભ આપવા માગે છે. આ ઓફરની સૌથી સારી વાત એ છે કે આ ઓફર 2જી, 3જી અને 4જી તમામ ગ્રાહકોના હેન્ડસેટ યૂઝર્સ માટે છે. આ પેક ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે છે. આ ગ્રાહક વીડિયો ચેટ, સોશિયલ નેટવર્કિંગ દ્વારા પોતાના પરિવાર કે સભ્યો કે મિત્રો સાથે જોડાયેલ રહી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપની અનુસાર હાલમાં આ ઓફર એપરસના યૂપી ઇસ્ટ ગ્રાહકો પ્રીપેડ માટે જ લાગુ છે. ખાસ વાત એ છે કે આ ઓફર 84 દિવસ માટે એટલે કે 3 મહિના માટે માન્ય રહેશે. તે અંતર્ગત ગ્રાહક 348 રૂપિયામાં ત્રણ મહિના સુધી દરરોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે. તેની સાથે જ ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગનો પણ લાભ મળશે. આ ઓફર કંપનીના લોકલ સર્કલમાં આવેલ 2જી, 3જી અને 4જી ગ્રાહકો માટે રજૂ કરવામાં આવી છે. આ તમામ ગ્રાહકો કંપનીની ઓફરનો લાભ લઈ શકે છે.
નવી દિલ્હીઃ Reliance Jioએ ફરી એક વખત 3 મહિના સુધી અનલિમિટેડ સર્વિસ લોન્ચ કરીને ટેલિકોમ કંપનીઓની વચ્ચે ફરીથી ડેટા વોર શરૂ કર્યું છે. હવે અન્ય કંપનીઓ પણ તેને ટક્કર આપવા માટે તેનાથી સારા પ્લાન રજૂ કરી રહી છે. શરૂઆત એરસેલે કરી છે. એરસેલે 348 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે. જેમાં કંપની અનલિમિટેડ કોલિંગની સાથે 84 જીબી ઇન્ટરનેટ ડેટા આપી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -