Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Jioને ટક્કર આપવા એરસેલ લાવ્યું મહાપ્લાન, અઢી રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે ઇન્ટરનેટ
જિઓ આવ્યા બાદથી અન્ય કંપનીઓ પણ આ જ રીતે ઓફર રજૂ કરી ચૂકી છે. એરટેલ, વોડાફોન અને આઈડિયા સેલ્યુલરે પણ 84 દિવસમાં 84 જીબી ડેટાવાળા પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. 399 રૂપિયાની જિઓ ધન ધના ધન ઓફરમાં ગ્રાહકોને 84 દિવસ સુધી 84 જીબી ડેટા મળે છે. પરંતુ સ્પીડ 4જી છે. દરરોજ 2 જીબી ડેટા માટે ગ્રાહકોએ 509 રૂપિયાવાળો પ્લાન લેવો પડશે. પરંતુ તેની વેલિડિટી 56 દિવસની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએરસેલના 419 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો રિલાયન્સના પ્લાનની તુલનામાં આ કિંમત લગભગ અડધી છે. અહીં 84 દિવસ સુધી દરરોજ 2 જીબી ડેટા પ્રમામે 168 જીબી ડેટા મળશે. જ્યારે રિલાયન્સ જિઓ 399 રૂપિયામાં 84 દિવસ માટે 84 જીબી ડેટા આપી રહ્યં છે. એવામાં એરસેલ માત્ર 2.5 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ઇન્ટરનેટની સુવિધા આપી રહ્યું છે. જ્યારે રિલાયન્સ પર આ જ પ્લાન 5 રૂપિયા પ્રમાણે છે. જોકે તફાવત સ્પીડનો છે. રિલાયન્સ એક બાજુ 4જી વોલટી સર્વિસ આપી રહ્યું છે ત્યારે એરસેલ ડેટા નેટવર્ક પર તમને 3જી અથવા 2જીની સ્પીડ મળશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓના સસ્તા પ્લાને ભારતીય બજારમાં ધમાલ મચાવી દીધી છે. રિલાયન્સને ટક્કર આપવા માટે હવે એરસેલ ખાસ ઓફર લઈને આવ્યું છે. કંપનીએ બે નવા પ્લન રજૂ કર્યા છે. પ્રથમ પ્લાન અંતર્ગત ગ્રાહકોને 84 દિવસ સુધી દરરોજ બે જીબી ડેટા મળસે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલની સુવિધા પણ મળશે. આ ઓફર અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ કિંમત પર ઉપલબ્ધ હશે. પૂર્વોત્તર રાજ્યોમાં એરસેલના આ પ્રીપેડ પ્લાનની કિંમત 419 રૂપિયાથી શરૂ થાય છે. જ્યરે જમ્મૂ કાશ્મીરમાં આ પ્લાનની કિંમત 449 રૂપિયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -