આધારને લઈને મળી મોટી રાહત, જ્યારે ઈચ્છો ત્યારે પાન નંબર સાથે થશે લિંક
ઇન્કમ ટેક્સની આ સુવિધાનો ફાયદો ઊઠાવવા માટે તમારે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર પોતાને રજિસ્ટર કરવાની કોઇ જરૂર નથી, આ સુવિધા દરેક લોકા માટે છે. એનો ઉપયોગ કરીને કોઇ પણ વ્યક્તિ પોતાના આધારકાર્ડને પાન સાથે લિંક કરી શકે છે. સરકારે 1 જુલાઇ 2017થી એવું ફરજીયાત કરી દીધું છે કે તમારે પાન કાર્ડ બનાવવા માટે પોતાનું આધારકાર્ડ આપવું જરૂરી થશે. આધાર ના હોવાની સ્થિતિમાં તમે પાનકાર્ડ બનાવડાવી શકશો નહીં. તમને જણાવી દઇએ કે આધાર કાર્ડ યૂઆઇડીએઆઇની તરફથી રજૂ કરવામાં આવે છે, જેમાં દરેક વ્યક્તિની બાયોમેટ્રિક ઓળખ લેવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયૂઆઇડીએઆઇ તરફથી વેરિફિકેશન થઇ ગયા બાદ આધાર અને પાનની લિંકિંગ કન્ફર્મ કરવામાં આવશે. જો તમારે આધાર કાર્ડને પાન સાથે લિંક કરતી વખતે નામના સ્પેલિંગ અલગ અલગ હોવા પર કોઇ સમસ્યા આવે છે કો આવી સ્થિતિમાં આધાર ઓટીપી તમારી મદદ કરશે. ઓટીપી તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેલ આઇડી પર મોકલવામાં આવશે.
આધારને પાન સાથે લિંક કરતી વખતે એ જરૂરી છે કે બંને દસ્તાવેજોમાં તમારી જન્મ તારીખ અને તમારું લિંગ એક જ હોય. જો એમાં કોઇ અંતર પડે છે તો આધારને પાન સાથે લિંક કરવામાં આવશે નહીં. તમને જણાવી દઇએ કે ફાઇનેન્સ એક્ટ 2017 હેઠળ સરકાર એવું ફરજિયાત કરી દીધું છે કે ટેક્સ જમા કરતી વખતે તમારે તમારો આધાર નંબર અથવા આધાર એનરોલમેન્ટ આઇડી દેખાડવું પડશે.
IT વિભાગે પોતાની વેબસાઇટ પર એક LINK AADHAAR નામથી લિંક નાંખી છે, જ્યાં તમે સરળતાથી તમારા આધાર કાર્ડ પાન કાર્ડથી લિંક કરી શકો છો. આ લિંક પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક પેજ ખુલશે, જેમાં પાન નંબર, આધાર નંબર અને આધાર કાર્ડ પર આપવામાં આવેલું નામ લખવું પડશે. ત્યારબાદ કેપ્ચા ઇમેજ નાંખીને તમે તમારી જાણકારીઓ સબમિટ કરી શકો છો.
દેશમાં 28 જૂન સુધી કુલ 25 કરોડ પાન કાર્ડ ધારક રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે જ્યારે 111 કરોડ લોકોના આધાર બની ગયા છે. હાલમાં જ સરકારે નિવેદન જારી કરીને કહ્યું હતું કે 31 ઓગસ્ટ સુધી આધાર કાર્ડને પાન સાથે લિંક કરવું ફરજિયાત છે, પરંતુ હવે નાણામંત્રી તરફતી તેના પર સ્પષ્ટતા કરવામાં આવી છે 31 ઓગસ્ટ સુધીમાં જ લિંક કરાવવું જરૂરી નથી. જોકે આવકવેરા રિટર્ન ભરવા માટે આધારનું પાન સાથે લિંક થવું જરૂરી છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો કેવી રીતે રિંક કરાવશો આધારને પાન સાથે.
નવી દિલ્હીઃ આઘાર કાર્ડને લઈને સરકારે મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટ કર્યું છે કે, આધાર નંબરને પાન નંબર સાથે જોડવાની કોઈ છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી નથી. એટલે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે આધાર નંબરને પાન નંબર સાથે લિંક કરાવી શકાય છે. શુક્રવારે નાણામંત્રી અરૂણ જેટલી આધાર નંબરને પાન નંબર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, કોઈ છેલ્લી તારીખ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -