એરસેલ 88 રૂપિયામાં આપી રીહ છે અનલિમિટેડ કોલ્સ અને 1GB ડેટા, લોન્ચ કર્યા ત્રણ નવા પ્લાન
એરસેલના FRC 449 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સને અનલિમિટેડ વોયસ (લોકલ અને એસટીડી) કોલ અને 168જીબી (2GB પ્રતિદિન પ્રમાણે) 3G/2G ડેટા 84 દિવસ માટે મળે છે. જ્યારે FRC 229 રૂપિયાના રિચાર્જ પર કંપની ગ્રાહકોને એરસેલ ટૂ એરસેલ અનલિમિટેડ કોલ અને 84GB (1GB પ્રતિદિન પ્રમાણે) 3G/2G ડેટા 84 દિવસ માટે આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમને જણાવીએ કે, આ પહેલા એરસેલે પોતાના ગ્રાહકો માટે FRC 449 અને FRC 229 નામથી બે ફર્સ્ટ રિચાર્જ ઓફર રજૂ કરી હતી. આ ઓફર માત્ર જમ્મૂ-કાશ્મીરના એવા ગ્રાહકો માટે જે એરસલનું નવું સિમ ખરીદ્યા બાદ પ્રથમ વખત રિચાર્જ કરાવશે. એરસેલની આ ઓફર અંતર્ગત ગ્રાહકને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સાથે 168GB ડેટા 3G નેટવર્ક પર 84 દિવસ સુધી મળશે.
તેમાં એક પ્લાન 88 રૂપિયા છે, જેને રિચાર્જ કરાવવા પર દરરોજ 1જીબી ડેટા અને અનલિમિટેડ લોકલ અને એસટીડી વોયસ કોલ્સ 7 દિવસ માટે મળશે. જ્યારે બીજો પ્લાન 199 રૂપિયાનો છે જેમાં અનલિમિટેડ વોયસ કોલ્સ અને 1જીબી ડેટા પ્રતિદિવસ 28 દિવસ માટે મળશે.
નવી દિલ્હીઃ એરસેલે પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે એક વર્ષની વેલિડિટીવાળો ટેરિફ પ્લાન રજૂ કર્યો ચે. આ પેકની કિંમત 104 રૂપિયા છે અને તે અંતર્ગત એરસેલ યૂઝર્સને એક વર્ષ માટે 20 પૈસા પ્રતિ મિનિટ પ્રમાણે લોકલ/એસટીડી કોલ કરવાની સુવિધા મળશે. ઉપરાંત કંપનીએ પોતાના પ્રીપેડ યૂઝર્સ માટે બે અન્ય નવા પ્લાન્સની જાહેરાત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -